કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનના છેલ્લા દિવસે ગાંધી પરિવારના વફાદાર સાથી મલ્લિકાર્જુન ખડગેએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. ગાંધી પરિવારના પડદા પાછળના સમર્થનને કારણે ખડગેની કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ બનવાની શક્યતા વધી છે. જો બધુ સમુસૂતરું પાર પડે તો તેઓ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની લગામ સંભાળી શકે છે. જો આમ થશે તો બાબુ જગજીવન રામ પછી ખડગે બીજા દલિત પ્રમુખ બનશે. જગજીવન રામ વર્ષ 1970-71માં કોંગ્રેસના અધ્યક્ષ હતા.

ખડગેને વર્ષ 1969માં કર્ણાટકના ગુલબર્ગા શહેર પ્રમુખની જવાબદારી મળી હતી. શરૂઆતમાં તેઓ પાર્ટીના પ્રચાર માટે પેમ્ફલેટ વહેંચતા હતા અને દિવાલો પર નારા લખતા હતા. 1972માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. પછી તેઓ 2008 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં હતા. તેઓ નવ વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે. વર્ષ 2009માં પાર્ટીએ તેમને ગુલબર્ગા લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા. એમ તેઓ લોકસભામાં પહોંચ્યા હતા.

તેઓ 2009 અને 2014માં સતત બે વખત સાંસદ બન્યા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 44 બેઠકે આવીને ઊભી રહી ગયેલી, દિગ્ગજ નેતાઓ મોદી લહેરમાં ચૂંટણી હારી ગયા હતા. આવી સ્થિતિમાં કર્ણાટકના ગુલબર્ગાથી આવી રહેલા ખડગેએ પોતાની સીટ બચાવી, જેનો તેમને ફાયદો થયો છે. કોંગ્રેસે તેમને લોકસભામાં પાર્ટીના નેતા બનાવ્યા હતા.
Also Read
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી