ઉદયપુર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં સંગઠનાત્મક સુધારા સમિતિએ ભલામણ કરી છે કે એક પરિવારમાંથી માત્ર એક જ નેતાને ટિકિટ આપવામાં આવશે. આ નિયમનું ખરેખર પાલન થઈ શકશે કે માત્ર વાતો થશે? તે જોવાનું રહે છે.

અગાઉ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધિવેશનમાં આ પ્રકારના નિયમની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં પેરાશુટ નેતાઓને ટિકિટ અપાશે નહીં, અને એક પરિવારમાં એક જ નેતાને ટિકિટ મળશે, ત્યારબાદ તેમણે જ આ નિયમનો ભંગ કર્યો. પછીની ચૂંટણીમાં અનેક પેરાશુટ નેતાઓને ટિકિટ અપાઈ તથા કેટલાક પરિવારોમાં એકથી વધુ ટિકિટ વહેંચવામાં આવી.
અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને, કમલનાથના પુત્ર નકુલનાથને તથા ભુપેન્દ્ર હુડાના પુત્ર દિપેન્દ્ર હુડ્ડાને ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસના કેટલાક પરિવારો પાર્ટી પર દબાણ બનાવે છે અને પોતાના પરિવારમાંથી એકથી વધુ નેતાને ટિકિટ અપાવે છે. કોંગ્રેસના ટોચના નેતૃત્વએ આ બાબતમાં કડક બનવાની આવશ્યકતા છે. તેમણે યાદ રાખવું જોઈએ કે કેવળ વાતો કરવાથી કોઈ સુધારા થતા નથી.
READ ALSO:
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ