GSTV
ANDAR NI VAT Trending

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વચ્ચેનું અંતર ક્યારે સમાપ્ત થશે?

કોંગ્રેસના નેતાઓ કાર્યકરોથી દૂર થતાં જાય છે. કાર્યકરો માટે મોટા નેતાઓને મળવું કઠિન થઈ રહ્યું છે અને તેના કારણે જ જનતાના પ્રશ્નો, જનતાની ચિંતા, જનતાનો મૂડ કોંગ્રેસના નેતાઓ સુધી પહોંચી શકતા નથી. વર્ષો બાદ ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડ્યું છે અને તે જમીન સાથે જોડાયેલા નેતા મલ્લિકાર્જુન ખડગેના હાથમાં આવ્યું છે.

મલ્લિકાર્જુન ખડગે નિર્ભાર અને સરળ નેતા છે. રાજનીતિની બારીકીને સમજ રાખે છે. તેમને કોઈ પણ કાર્યકર એપોઈમેન્ટ વિના મળી શકે છે. જોકે આ કલ્ચર કોંગ્રેસના દરેક સ્તર પર આવવું જરૂરી છે. હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે પરંતુ કોંગ્રેસની કોઈ તૈયારી દેખાય રહી નથી. જમીન પરની સક્રિયતા બહુ જ ઓછી છે. ચૂંટણી ગુજરાતમાં છે અને રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં આંટા મારે છે. જે અશોક ગેહલોત ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રભારી છે તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની વાત ચાલી રહી છે. આવામાં કોંગ્રેસ કઈ રીતે નેતા અને કાર્યકર્તા વચ્ચેનું તથા એ રીતે જનતા વચ્ચેનું અંતર ઘટાડશે તે હવે જોવાનું રહે છે.

મલ્લિકાર્જુન ખડગે દર મહીનાના બે સોમવારે કાર્યકરો અને નેતાઓને એપોઈમેન્ટ વિના મળશે. આ રીતે રાહુલ ગાંધીએ પણ મળવાનું શરૂ કર્યું હતું પરંતુ થોડા જ સમયમાં આ પરંપરા બંધ કરી દેવામાં આવી હતી. જો મલ્લિકાર્જુન ખડગે પણ થોડા સમયમાં આ પરંપરા બંધ કરી દેશે તો કોંગ્રેસની છેલ્લી આશા પર પણ પાણી ફરી જશે

Also Read

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV