ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે રાજકીય સંકટ ઊભું થયું છે તે શિવસેનાનો આંતરિક મામલો છે. ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કોઈપણ પ્રકારની દાવેદારી કરી રહ્યો નથી.

દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં દાનવેએ કહ્યું કે શિવસેનાનો એકપણ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં નથી. અમે એકનાથ શિંદે સાથે કોઈ વાતચીત કરી નથી. આ શિવસેનાનો આંતરિક મામલો છે, ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. એકનાથ શિંદેનો દાવો છે કે તેની પાસે 6 અપક્ષ ધારાસભ્ય સહિત કુલ 46 ધારાસભ્યનું સમર્થન છે.

દાનવે ભલે એવું કહી રહ્યા હોય કે ધારાસભ્યોનો બળવો શિવસેનાનો આંતરિક મામલો છે, ભાજપને તેની સાથે લેવાદેવા નથી પરંતુ હકીકત બધા જાણે છે. બળવાખોર ધારાસભ્યો ભાજપની મદદથી જ સુરતમાં રોકાયેલા અને ભાજપની મદદથી જ સલામતીપૂર્વક આસામ પહોંચ્યા. ત્યાં તેમની આગતા-સ્વાગતા પણ ભાજપના નેતાઓએ જ કરી. ભાજપ હજુ મગનું નામ મરી પાડી રહ્યું નથી તેનું કારણ એ છે કે ઉદ્ધવ ઠાકરે ભાજપને ટેકો આપવાનો ઈનકાર કરી દે તો આગળનું સમીકરણ કઈ રીતે ગોઠવવું તેનો અંદાજ આવી રહ્યો નથી.
Read Also
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’