GSTV

હવે જલ્દી કરી શકશો 5G ટેકનોલોજીનો ઉપયોગ, જાણો શું છે ખાસ ફીચર્સ

દુનિયાભરમાં દરરોજ નવી-નવી ટેકનીક વિકસતી રહે છે. આ જ કારણ છે કે, લોકની દિનચર્યા પણ બદલાતી રહે છે. માનવામાં આવી રહ્યુ છે કે, જલ્દી જ આપણે બધા 5G નેટવર્કનો ઉપયોગ કરી શકશો. ઘણી મોટી કંપનીઓ 5G નેટવર્ક લાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, 5G નેટવર્ક આવવાથી માનવ જીવનમાં ઘણા મોટા ફેરફાર આવી શકે છે. તો વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, વિચારો કે, તમે આ સમયે કેવુ મેહસુસ કરશો. જ્યારે તમે પોતાની જ કાર સાથે વાત કરી રહ્યા હશો અને રસ્તા પર લાગેલી રેડ લાઈટથી સેંસર થકી તાલમેળ બેસાડી શકશો. આ પોતાનામાં જ મોટી વાત છે. જો અમે એવુ કરીએ છીએ તો, અમારા માટે આ મોટી સિદ્ધી હશે અને જિંદગીને જીવવી પણ ખૂબ જ સરળ થઈજશે.

જાણો શું છે 5G ટેકનીક

આ દૂરસંચાર અને ટેલીકોમ ટેકનીકનું મિશ્રણ છે. જે ખૂબ જ ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે અને કનેક્ટિવિટીના માધ્યમથી ઘણો વધુ ડેટા હોય છે. તેને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટે એક નેટવર્કના રૂપમાં પણ બનાવવામાં આવ્યુ છે. તેનાથી ન માત્ર લોકો યૂટિલિટી મશીન, ઔદ્યોગિત ઉપકરણ, ઓટોમોબાઈલ, શહેરની સંરચના, સાર્વજનિક, સુરક્ષા વગેરે પણ એક-બીજાથી કનેક્ટ હશે. તેની પહોંચી અત્યાર માટે મોબાઈલ ઈન્ટરનેટથી ઘણી વધારે અને શ્રેષ્ઠ હશે. આ ટેકનીક પૂર્ણ રીતથી રેડિયો સ્પેક્ટ્રમના શ્રેષ્ઠ વપરાશનું ઉદાહરણ હશે અને તેનાથી એક સાથે ઘણા ડિવાઈસને ઈન્ટરનેટ સાથે જોડી શકાશે.

જાણો શું છે આ ટેકનોલોજીમાં ખાસ

ક્વોલકોમના મત પ્રમાણે 5G ટ્રાફિક કપેસિટી અને નેટવર્ક એફિસિએંસીમા 20 GB પ્રતિ સેકન્ડની સ્પીડ આપી શકશે. તમને જણાવી દઈએ કે, આ ટેકનીક વર્ચુઅળ રિટલિટી, ઓટોમેટિક ડ્રાઈવિંગ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટે આધાર બનાવા જઈ રહ્યા છે. આ માત્ર તમારા સ્માર્ટફોન વપરાશ કરવાના અનુભવને શ્રેષ્ઠ નહી કરનાર છે, પરંતુ મેડિકલ, ઈંફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે મેન્યુફેક્ચરિંગને ડેવેલપમાં પણ મદદ કરનાર છે.

READ ALSO

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva

ભારત સામેની ટી20 સિરીઝમાં ડેવિડ વોર્નરને બદલે આ ખેલાડીને ટીમમાં સામેલ કરાયો

Karan

ટાઈગરની બહેનના ચહેરાને લઈને ટ્રોલરે કરી આ કોમેન્ટ, ક્રિષ્નાએ વળતો પ્રહાર કરી ચૂપ કરી દીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!