GSTV
ANDAR NI VAT

શું અશોક ગેહલોત હવે ગાંધી પરિવાર સામે મોરચે માંડશે?

રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે એ રાજસ્થાનમાં ચાલી રહેલા પોલિટિકલ ડ્રામાએ પુરવાર કરી દીધું છે. જે અશોક ગેહલોત ગઈકાલ સુધી ગાંધી પરિવારના પ્રખર વિશ્વાસુ હતા તેઓ હવે તેમની સામે મોરચો માંડે એવી શક્યતા સેવાઈ રહી છે.

જી-23 ગ્રુપના નેતાઓએ અશોક ગેહલોતનો સંપર્ક કર્યો છે. આવતીકાલે તેઓ ગાંધી પરિવાર વિરોધી નેતાઓની મંડળીમાં બેઠેલા જોવા મળી શકે છે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં સામે ચાલીને જ બહાર થઈ ગયા છે પરંતુ તેનાથી એવી કોઈ ગેરંટી મળતી નથી કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી બની જ રહેશે. આ વિશેનો નિર્ણય કરવાની જવાબદારી તેમણે સોનિયા ગાંધીને સોંપી છે પરંતુ જ્યારે સોનિયા ગાંધી તેમને સી.એમ. પદથી દૂર કરશે ત્યારે તેમનો ગુસ્સો બોમ્બની જેમ ફૂટી શકે છે. તેઓ ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ કે કેપ્ટન અમરિંદર સિંઘની જેમ કોંગ્રેસ છોડી શકે છે અથવા જી-23 જૂથમાં જોડાઈને ગાંધી પરિવાર સામે મોરચો માંડી શકે છે. કોંગ્રેસ જેમાં પોતાના અને પોતાના જ સામ-સામે હોઈ એવી મહાભારતની કગાર પર આવીને ઉભી છે.

Related posts

તમિલનાડુમાં વર્ષ 2024 લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ? જાણો

Akib Chhipa

શું રિન્યુએબલ એનર્જી વિશ્વની વીજ કટોકટીના સંકટને કરશે દૂર?  આઈસલેન્ડ અને ભારતના માર્ગે વિશ્વના દેશોનો વિકાસ થશે?

Akib Chhipa

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa
GSTV