રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ 2023 ની ચૂંટણી લડશે. તેને લઈને કોંગ્રેસના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામમાંથી મોટો મેસેજ આપવામાં આવ્યો છે. એઆઈસીસીના instagram ઉપર ગેહલોત ફિર સે નો સંદેશ લખવામાં આવ્યો છે. રાષ્ટ્રીય વિશ્લેષકો આ લખાણના વિવિધ અર્થો કાઢી રહ્યા છે. તેમનું માનવું છે કે જો કોંગ્રેસની સરકાર રીપીટ થશે તો મુખ્યમંત્રી અશોક ગેહલોતને જ બનાવવામાં આવશે.

જો આવું થાય તો સવાલ એ ઉભો થાય કે સચિન પાયલોટનું શું થશે? પાયલોટ જુથ ફરીથી નારાજ થશે. જોકે આ બાબતે અશોક ગેહલોત કે સચિન પાયલોટનાં કે પછી તેમના જૂથમાંથી કોઈના કોઈ પણ પ્રકારના નિવેદન કે પ્રતિક્રિયાઓ સામે આવ્યા નથી. જોકે એ વાત નિશ્ચિત માનવામાં આવે છે કે પાયલોટ જૂથના ધારાસભ્ય અંગત રીતે આ મેસેજથી પણ નારાજ છે.
ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સંચાર વિભાગના પ્રમુખ જયરામ રમેશે કહ્યું હતું કે મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય તો ચૂંટણી બાદ જ લેવાશે. એવી સ્થિતિમાં અત્યારે ગહેલોત ફિર સેનો નારો રાજસ્થાનના કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ઘર્ષણ વધારનાર સાબિત થઈ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ