એક બાજુ દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે જેના પગલે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારની કમર તોડી નાખી છે ત્યારે આજે નેશનલ મિલ્ક ડેના દિવસે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમૂલના દૂધમાં ભાવ વધારો થશે નહીં તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના એમડી આર.એસ.સોઢી કહ્યું છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મધર ડેરીએ દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો.

GCMMFના એમડી આરએસ સોઢીએ જણાવ્યું કે ઑક્ટોબર બાદ ખર્ચના ભાવમાં નોંધપાત્ર વધારો થયો નથી જેના પગલે દૂધના ભાવ વધારવા અંગે વિચારણા કરવામાં આવી રહી નથી. નોંધપાત્ર વાત એ છે કે અમૂલ કંપની દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈમાં દરરોજ લગભગ 150 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે, જેમાંથી માત્ર દિલ્હી NCR 40 લાખ દૂધનું વેચાણ કરે છે.
ઓક્ટોબરમાં દૂધના ભાવમાં વધારો થયો હતો
ઉલ્લેખનીય છે કે, અમૂલે ગુજરાત સિવાય દેશના તમામ રાજ્યોમાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ઓક્ટોબરના મધ્યમાં, અમૂલ ગોલ્ડ અને ભેંસના દૂધ બંનેના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલે ફુલ ક્રીમ દૂધની કિંમત 61 રૂપિયાથી વધારીને 63 રૂપિયા કરી દીધી છે, જ્યારે ભેંસના દૂધની કિંમત 63 રૂપિયાથી વધારીને 65 રૂપિયા કરવામાં આવી છે. અમૂલે આ વર્ષે દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો છે.
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ