GSTV
Bollywood Entertainment Trending

શું લગ્ન બાદ આલિયા બદલશે પોતાની સરનેમ? જાણો આખરે શું ઈચ્છે છે રણબીર

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રણબીર કપૂરની દુલ્હન બનવા જઈ રહી છે. અત્યાર સુધી અમે તમારા માટે કપલના લગ્ન સાથે જોડાયેલા દરેક નાના-મોટા સમાચાર તમારા સુધી પહોંચાડ્યા છે અને આગળ પણ તમારા સુધી આવા સમાચાર લાવતા રહીશુ. તો ચાલો જાણીએ કે આલિયા લગ્ન પછી પોતાની સરનેમ બદલવા જઈ રહી છે કે નહીં ?

રણબીર

લગ્ન પછી બદલાશે આલિયાની સરનેમ?

લગ્ન પછી દરેક છોકરીના જીવનમાં ઘણા ફેરફારો વાજબી હોય છે. પછી ભલે તે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી હોય. તેવી જ રીતે રણબીર સાથે લગ્ન કર્યા બાદ આલિયાની લાઈફ પણ બદલાવાની છે. સવાલ એ પણ છે કે શું આલિયા લગ્ન પછી પોતાની સરનેમ ‘ભટ્ટ’થી બદલીને ‘કપૂર’ કરશે કે પછી તે તેના પિતાના નામ સાથે આગળ વધશે.

રિપોર્ટ અનુસાર, રણબીર સાથે લગ્ન કર્યા પછી, આલિયા તેના નામની આગળ કપૂર લગાવશે, કારણ કે તેની સાસુ નીતુ કપૂરે પણ એવું જ કર્યું હતું. ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા પછી નીતુ સિંહે પોતાનું નામ બદલીને નીતુ કપૂર રાખ્યું. બેશરમ અને દો દૂની ચાર જેવી ફિલ્મોમાં અભિનેત્રીએ પોતાનું નામ નીતુ કપૂર તરીકે દર્શાવ્યું છે.

રણબીર

રણબીરને શું જોઈએ છે?

આલિયા ભટ્ટ પોતાના નામની આગળ કપૂર લગાવવા તૈયાર છે. પરંતુ, રણબીર ઈચ્છે છે કે આલિયા તેનું નામ જેમ છે તેમ રાખે. આલિયા પહેલા કરીના અને સોનમે પણ પોતાના અંતિમ નામ બદલી નાખ્યા છે. તેથી જો આલિયા આવું કરે છે, તો તે ચાહકો માટે જરાય શોકિંગ નથી. કારણ કે નામ બદલે કે ના બદલે, બસ ફેન્સ માટે આલિયા બદલાવી ના જોઈએ.

READ ALSO:

Related posts

ભારતના આ પડોશી દેશમાં ‘પાણીપુરી’ પર મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી લાગશે નવાઇ

GSTV Web Desk

દમ લગા કે હઈશા / એમ્બ્યુલન્સમાં અધવચ્ચે જ ઈંધણ પૂર્ણ થતા દર્દીનું મોત નિપજ્યું, જીવ બચાવનાર જ બની મોતનું કારણ

Hardik Hingu

સાન ફ્રાન્સિસ્કો પોલીસમાં તૈનાત થશે રોબોટ, સરકાર સમક્ષ રજૂ કરાયો પ્રસ્તાવ

GSTV Web Desk
GSTV