GSTV
Home » News » શું અજીત અગરકર લેશે એમએસકે પ્રસાદની જગ્યા, બની શકે છે મુખ્ય પસંદગીકાર

શું અજીત અગરકર લેશે એમએસકે પ્રસાદની જગ્યા, બની શકે છે મુખ્ય પસંદગીકાર

ભારતીય પૂર્વ ઝડપી બોલર અજીત અગરકર શુક્રવારે રાષ્ટ્રીય પસંદગીકાર બનવાની રેસમાં શામેલ થયા છે. અને તેઓ પસંદગીકાર સમિતિનાં અધ્યક્ષ પણ બની શકે છે. મુંબઈમાં સીનિયર પસંદગી સમિતિનાં પૂર્વ અધ્યક્ષ અગરકર રાષ્ટ્રીય પસંદગીસમિતિનાં અધ્યક્ષ બનવાની રેસમાં છે.

કારણકે તેઓ નવા સંવિધાનમાં ક્ષેત્રીય પ્રણાલીનું મુખ્ય નથી. બીસીસીઆઈને આવેદન મોકલવાની અંતિમ તારીખ 24 જાન્યુઆરી નક્કી કરી હતી. અને તેમાં અગરકરનું સૌથી મોટું નામ સામે આવ્યું છે. અજીત અગરકરે 26 ટેસ્ટ, 191 વનડે, અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં મળઈને 349 વિકેટ ઝડપી છે. વનડેમાં તેમનાં નામ પર 288 વિકેટ નોંધાઈ છે.

બીસીસીઆઈનાં એક અધિકારીએ નામ ના આપવાની શર્તે જણાવ્યું કે અજીતનું આ રેસમાં શામિલ થવું એ અત્યંત રસપ્રદ છે. તેમણે ઘણું વિચારીને આવેદન આપ્યું હશે. જો કોઈને લાગે છે કે શિવા (લક્ષ્મણ શિવરામકૃષ્ણન)નું પસંદગી સમિતિનું અધ્યક્ષ બનવું નક્કી છે. તો તેમણે ફરીથી વિચાર કરવો પડશે. હવે એ જેવાનું રસપ્રદ હશે કે પસંદગીકર્તા કોને નક્કી કરવામાં આવે છે.

આ સિવાય જે પૂર્વ ક્રિકેટરોએ નામાંકન દાખલ કરવા માટે આવેદન આપ્યું છે, તેમાં હરિયાણાનાં ચેતન શર્મા, વડોદરાનાં નયન મોંગિયા, તમિલનાડુંનાં શિવરામકૃષ્ણન, મધ્ય પ્રદેશનાં રાજેશ ચૌહાણ અને અમય ખુરાસિયા, ઉત્તર પ્રદેશનાં જ્ઞાનેંન્દ્ર પાંડે (યોગ્ય નહી કારણકે જૂનિયર પસંદગીકર્તાનાં રૂપમાં ચાર વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે.) અને વિદર્ભનાં પ્રીત ગંધે પણ શામેલ છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!