GSTV
ANDAR NI VAT Bollywood Entertainment

શું આમીર ખાનની લાલસિંહ ચઢ્ઢા પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

બૂકિંગ

આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાની સોશિયલ મીડિયામાં જોરશોરથી માગણી ઊઠી રહી છે. આ ફિલ્મમાં આમીર ખાન જે પ્રકારના ડાયલોગ બોલે છે તેની સામે વિરોધ ઊઠી રહ્યો છે. જો કે લોકરોષનો સામનો કરનારી આ કોઈ પહેલી ફિલ્મ નથી, 1996માં સમલૈગિંક સંબંધો પર બનેલી ફાયર ફિલ્મનો વિરોધ થયો હતો. ત્યારબાદ તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.

2002ના રમખાણ પર બનેલી પરઝાનિયા ફિલ્મને ગુજરાતમાં પ્રતિબંધિત કરાઈ હતી. 2008ના ગુજરાતના રમખાણ બનેલી ફિરાક પિક્ચર પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. 2010માં ઈન્શા અલ્લાહ ફૂટબોલ નામની ડોક્યુમેન્ટરી આવી હતી તેને સેન્સર બોર્ડનું સર્ટિફીકેટ મળ્યું નહોતું. નર્મદા બચાવો આંદોલનમાં આમીર ખાનના સ્ટેન્ડને ધ્યાને લઈને ગુજરાતમાં ફના મુવિની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. 1977માં કિસ્સા કુર્સી કા નામની ફિલ્મ બની હતી, જે કટોકટી પર કટાક્ષ કરતી હતી.

તેના પર પણ રોક લગાવવામાં આવી હતી. આવી જ બીજી ફિલ્મ આંધી પર પણ રોક લગાવવામાં આવેલી. એ જ રાહ પર શું આમીર ખાનની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

Read Also

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda

ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ

Hemal Vegda
GSTV