અમેરિકા ઉપરાંત યુરોપનાં વિવિધ દેશોમાં પણ ભયાનક ઠંડી, ભયાનક હિમ તોફાન, જનજીવન ખોરવાયું

જગત જમાદાર અમેરિકા કુદરત સામે લાચાર બન્યું છે. અમેરિકામાં ફરી એક વખત ભયાનક હિમ તોફાન પોલાર વોર્ટેક્સનો ભોગ બન્યું છે. દેશમાં ગાત્રો થીજવી નાંખતી ઠંડીથી જનજીવન ખોરવાયું છે. દિવસનું તાપમાન મઈનસ 56 ડિગ્રી સુધી પહોંચી જતાં શાળા, કોલેજો, ઓફિસો બંધ રાખવામાં આવી છે. તો ટ્રેન, હવાઈ અને પોસ્ટ સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ.

સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ ઈલિનોય, આયોવા, મિનેસોટા નોર્થ ડકોટા, સાઉથ ડકોટાસ, વિસકોન્સિનસ, કેન્સાસ, મિસૌરી તથા મોટાના સહિતના રાજ્યોમાં છે. કાતિલ ઠંડીથી મિશિગ રિક, તથા શિકાગો નદી થીજી ગઈ છે. માર્ગો પર ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતો સર્જાયા હતા. માઈનસ 56 ડિગ્રી ઠંડીમાં લોકોને ઘરની બહાર નગીં નીકળવા સૂચના હવામાન વિભાગે આપી છે. ત્રણ હજાર જેટલી ફ્લાઈટ રદ થઈ છે. તો રેલવે અકસ્માત ન સર્જાય તે માટે રેલવે તંત્રએ કેટલીક ટ્રેનો રદ કરી દીધી. અને અગમચેતીના પગલાં રૂપે રેલવે ટ્રેક સળગતા રાખવામાં આવ્યા હતાં.

અમેરિકા ઉપરાંત યુરોપનાં વિવિધ દેશોમાં પણ ભયાનક ઠંડી પડી રહી છે. યુરોપના અનેક દેશોમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. કાલિત ઠંડીથી બ્રિટન, બેલ્જિયમ, જર્મની, સ્વીડન, નોર્વે સહિતના દેશોમાં જનજીવન ખોરવાયું છે. બેલ્જિયમમાં સર્વત્ર જગ્યાએ હિમ આચ્છાદિત નજારો જોવા મળ્યો છે. તો ઝીબુગ શહેરમાં પણ આવો જ નઝારો છે. ભારે હિમવર્ષાને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter