ભારત સરકારે ભારત-ચીનનો ખોટો નકશો દર્શાવવા બદલ ઓનલાઈન એન્સાઈક્લોપિડીયા વિકિપીડિયાને નોટીસ મોકલી નકશો હટાવી લેવા જણાવ્યું છે.ભારત-ભુતાન સબંધો વિશેના લેખમાં વિકિપીડિયાએ જે નકશો રજૂ કર્યો છે, તેમાં અક્સાઈ ચીનને ચીનનો ભાગ દર્શાવ્યો છે. એ ભાગ ભારતનો હોવાથી તેનો સાચો નકશો દર્શાવવા ભારત સરકારના ઈન્ફર્મેશન-ટેકનોલોજી મંત્રાલયે વિકિપીડિયાને નોટીસ મોકલાવી છે.

વિકિપીડિયા તેની વિશ્વસનિયતા ગુમાવી ચુકી છે
બીજી તરફ વિકિપીડિયાના સહ સ્થાપક લેરી સેંગરે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે આ સંસ્થા ક્યારની તેની વિશ્વસનિયતા અને તટસ્થતા ગુમાવી ચૂકી છે. વિકિપીડિયાના શરૂઆતી સ્થાપકોમાં સેંગર હતા અને હવે તેઓ અલગ પડી ગયા છે.

તેમણે કહ્યું હતું કે આવી વેબસાઈટ સર્જવા બદલ હવે અફસોસ થાય છે. અમે આ સાઈટ શરૂ કરી ત્યારે તટસ્થ અને સાચી માહિતી રજૂ કરવાનો ઈરાદો હતો. માહિતી સાચીનો ઉદ્દેશ તો પહેલેથી પુરો થઈ શક્યો નથી, પરંતુ હવે તટસ્થતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

ટ્વિટરને પણ ભારતે મોકલી હતી નોટિસ
ભારતે આ પહેલા ટ્વિટરને પણ નોટીસ મોકલાવી લેહને ચીનનો ભાગ દર્શાવવા બદલ ભુલ સુધરાવી હતી. એ પછી ટ્વિટરે તુરંત તેની ભૂલ સુધારી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિકિપીડિયાને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69-એ હેઠળ નોટિસ મોકલાવી છે.
આ કલમ હેઠળ સરકાર ધારે તો વેબસાઈટ બ્લોક પણ કરી શકેે છે. ઈન્ટરનેટ પર ભારત વિશેની અને ખાસ તો દેશની એકતા અને અખંડિતતા અંગેની ભ્રામક માહિતી રજૂ કરતી સાઈટ્સને નોટીસ મોકલી તેમની ભૂલો સુધારવાની કામગીરી હવે ભારત સરકારે આરંભી દીધી છે.
વિકિપીડિયા ઓનલાઈન જ્ઞાનકોષ છે, જેના પર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માહિતી મુકી શકે છે. તેના પરિણામે અનેક ખોટી માહિતી અને હવે તો પક્ષપાતભરી માહિતીની ભરમાર જોવા મળે છે. એટલે જ સેંગરે કહ્યું હતું કે વિકિપીડિયા હવે મર્યાદિત વ્યક્તિ, રાજકીય પક્ષો કે કંપનીઓનો હાથો બની ગયું હોય એવુ લાગે છે.
Read Also
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : joinindianarmy.nic.in પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ : સોશિયલ મીડિયા પર મચી ધમાલ, તસવીરો જોઈ ઉંહકારો નીકળશે
- NTA Recruitment 2021 : કુલ 58 પદો માટે ભરતી, એમના જ કરો એપ્લાય
- રસીકરણ/ ડે.સીએમએ જણાવ્યું કે ત્રણ તબક્કામાં વેક્સિનેશન યોજાશે, 99 ટકા રસી સફળ રહી
- અમદાવાદ/ પૂર્વ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, શાહઆલમ વિસ્તારમાં અસામિજક તત્વોનો ત્રાસ