GSTV
Home » News » નણંદ-ભાભીની લડાઈ હવે જાહેરમાં લડાશે : સૌરાષ્ટ્રમાં જેપીએલ વચ્ચે જંગ જામશે

નણંદ-ભાભીની લડાઈ હવે જાહેરમાં લડાશે : સૌરાષ્ટ્રમાં જેપીએલ વચ્ચે જંગ જામશે

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક વિખવાદ હવે રાજકારણના મંચ સુધી પહોંચ્યો છે. જાડેજાના પત્ની રિવાબા અગાઉ ભાજપમાં જોડાયા બાદ હવે તેના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નયનાબા કૉંગ્રેસમાં જોડાતા પરિવારનો આંતરિક વિખવાદ જાહેરમાં આવી રહ્યો છે. જામનગર લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવેલા હાર્દિક પટેલની કાલાવડ ખાતે યોજાયેલી સભામાં રવિન્દ્રના પિતા અને બહેને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ સાથે એક જ પરિવારમાં ભાજપ-કોંગ્રેસ બંનેના ખેસ આવી જવાથી અંદરોઅંદર વિખવાદ ચાલતો હોવાની ચર્ચાને વેગ મળ્યો છે.

રિવાબાના કેસરિયા કરવાથી નારાજ બહેન અને પિતાએ કોંગ્રેસનો હાથ પકડ્યો

અગાઉ રિવાબા ભાજપમાં જોડાયા હતા અને જામનગર બેઠક માટે દાવેદારી નોંધાવી ત્યારે પ્રતિક્રિયા આપતાં નયનાબાએ મોઘમમાં કહ્યું હતું કે રિવાબાને તો તૈયાર ભાણું મળ્યું છે. અમારે તો મહેનત કરવી પડી છે. મહત્વનું છે કે સાધારણ ક્ષત્રિય પરિવારના રવિન્દ્રને ટોચનો ક્રિકેટર બનાવવામાં પિતા અનિરુદ્ધસિંહ ઉપરાંત બહેન નયનાબાનું વિશેષ યોગદાન રહ્યું છે. રવિન્દ્રની માતાના અવસાન પછી નયનાબાએ પરિવારની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી અને ભાઈ રવિન્દ્રને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યો હતો. અગાઉ રવિન્દ્ર પણ અનેક વખત જાહેરમાં પિતા-બહેનના યોગદાનને સ્વિકારી ચૂક્યો છે. જો કે રવિન્દ્રના લગ્ન પછી પરિસ્થિતિ બદલાવા લાગી હોય તેમ જણાય છે. એટલે જ પત્ની રિવાબાના કેસરિયા કરવાથી નારાજ બહેન અને પિતાએ કોંગ્રેસનો હાથ પકડ્યો હોવાની ચર્ચા છે.

જાડેજાનો પરિવાર બે ફાંટામાં વહેંચાઈ ગયો

તો સૌરાષ્ટ્રમાં હવે જાડેજા પોલિટિકલ લીગની મેચ જોવા મળશે. આવી ચર્ચા હાલાર પંથકમાં શરૂ થઇ ચૂકી છે. કેમ કે જાડેજાનો પરિવાર ભાજપ અને કોંગ્રેસ એમ બે ફાંટામાં વહેચાઇ ગયો છે. પરંતુ રવિન્દ્ર જાડેજાના લગ્ન બાદ જાડેજા પરિવારમાં પિક્ચર જાણે બદલાવા લાગ્યુ. આની પાછળના કેટલાક કારણો પણ છે. રીવાબા હાઇપ્રોફાઇલ લાઇફ જીવી ચૂક્યા છે. તેમણે રવિન્દ્ર જાડેજા પરિવારનો ભૂતકાળનો સંઘર્ષ જોયો નથી. નણંદ- ભાભીની પોલિટિકલ દોડ પણ રસપ્રદ છે. રીવાબા ભાજપમાં જોડાયા તે પહેલા કરણીસેનામાં જોડાયા હતા. તો નયનાબા ભારતીય વુમન પાર્ટીમાં જોડાયા હતા.

રીવાબા ત્રીજી માર્ચે ભાજપમાં જોડાયા તો મહિનો થવા આવ્યોને ૧૪મી એપ્રિલે નયનાબા પિતા સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ રીવાબા હાર્દિક સામે લડવાની તૈયારી બતાવી ચૂક્યા હતા. તો નણંદ નયનાબા એ જ હાર્દિક પટેલની સભામાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. રીવાબા ભાજપમાં જોડાયા ત્યારે સસરા કે નણંદ હાજર નહોતા. તો અગાઉ નયનાબાના રાજકીય પ્રવેશ પર રીવાબાએ કોઇ પ્રતિક્રિયા નહોતી આપી ન હતી પણ જે રીતે જાડેજા પરિવાર ભાજપ અને કોંગ્રેસની છાવણીમાં વહેંચાઇ ગયો છે તે જોતા રાજકારણે પરિવારને અભડાવ્યું છે તેવુ ચોક્કસ લાગી રહ્યું છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં વળી જુદી જ પોલિટિકલ ગેમ શરૂ થઇ ચૂકી છે. રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે. મહત્વનુ છે કે જાડેજાના પત્ની રીવાબા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે.

Related posts

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari

રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

Dharika Jansari

કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓની મઝામાં વધારો, મુખ્યપ્રધાને એ વસ્તુનું ઉદ્ધાટન કર્યું જે દુનિયાભરમાં લોકપ્રિય છે

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!