GSTV
Home » News » પતિના મોત પર ન રડનારી પત્નીને કોર્ટે ફટકારી દીધી અાજીવન કેદ, રસપ્રદ છે કિસ્સો

પતિના મોત પર ન રડનારી પત્નીને કોર્ટે ફટકારી દીધી અાજીવન કેદ, રસપ્રદ છે કિસ્સો

અસમમાં એક પત્ની દ્વારા પતિની હત્યાના મામલામાં અનોખો મોડ આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં પત્નીને બરી કરવાનો આદેશ આપ્યો છે. અસમમાં એક પત્નીને તેના પતિની હત્યામાં દોષી માનવામાં આવી હતી અને તેને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. પત્ની છેલ્લા 5 વર્ષથી જેલમાં બંધ છે. 

કોર્ટે મહિલાને ફક્ત પતિની હત્યા માટે દોષી માની હતી કારણ કે મહિલા તેના પતિના મોત પર રડી ન હતી. બુધવારે સુપ્રીમ કોર્ટે મહિલાના ના રડવાના તર્કને ફગાવી દીધો અને તેને બરી કરવાનો આદેશ આપ્યો.

નીચલી અદાલતે મહિલાને ફક્ત આ આધારે સજા આપી હતી કે તે રડી કેમ નહી. આશ્ચર્યની વાત તો એ છે કે ગુવાહાટી હાઇકોર્ટે આ સજાને માન્ય રાખી હતી. ગુવાહાટી હાઈકોર્ટે કહ્યું હતું કે મહિલા તેના પતિના મોત પર કેમ ના રડી, આ એક અપ્રાકૃતિક વ્યવહાર છે, જે મહિલાને દાષી સાબિત કરે છે. પરંતુ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તો જસ્ટિસ આર. એફ નરિમન અને જસ્ટિસ નવીન સિન્હાની બેન્ચે કહ્યું કે જે સબૂત રજૂ કરવામાં આવ્યા તેનાથી આ સાબિત નથી થતું કે મહિલાએ તેના પતિની હત્યા કરી છે જેથી મહિલાને જેલમાંથી મુક્ત કરવામાં આવે.

Related posts

રૂપાણી સરકારનો ફરી એકવાર છાત્ર વિરોધી નિર્ણય, 20 લાખ પરીક્ષાર્થીઓને કરશે અસર

Nilesh Jethva

સચિન, સચિન… ફરી મેદાન પર સંભળાશે આ બુમો, બેટ લઇને મેદાનમાં રમતો જોવા મળશે ક્રિકેટનો ભગવાન

Bansari

ભાજપના વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ, કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!