બાથરૂમમાં ન્હાવા ગઈ હતી પત્ની, પતિએ કર્યુ એવુ કામ કે જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

હરિયાણાના પાણીપતમાં રહેતી 23 વર્ષીય આરતીના લગ્ન સોનીપતમા રહેતા એક ઈજનેર સાથે થયા હતા. એક દિવસ જ્યારે ન્હાવા માટે તેણી બાથરૂમમાં ગઇ હતી ત્યારે તેના પતિએ ગીઝર ઑફર કરી દીધુ હતું. ત્યારબાદ તેણીએ પોતાની માતા સાથે મળીને એવુ ખૌફનાક પગલું ઉઠાવ્યું કે જેને જાણીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે.

ખરેખર, આરતીનો પતિ દિલ્હીની એક કંપનીમાં કામ કરે છે. આરતીએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયા પક્ષવાળા તેને દહેજ માટે હંમેશા પરેશાન કરે છે. તેઓ 10 લાખ રૂપિયાની માંગ કરી રહ્યાં છે. શુક્રવારે સવારે જ્યારે તેણી બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી ત્યારે પતિએ ગીઝર બંધ કરી દીધુ અને તેની સાથે મારપીટ કરી હતી.

ફક્ત એટલું જ નહીં, આ પુરૂષે પોતાની માતા અને એક અન્ય મહિલા સાથે મળીને આરતીનું ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેના પર પેટ્રોલ નાખીને તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઈ પણ રીતે આરતી ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી અને પોતાના પિયર પાનીપત પહોંચવામાં સફળ રહીં. ત્યાં તેના માતા-પિતાએ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પિતાનું કહેવુ છે કે મારામારી દરમ્યાન આરતીએ તેમને ફોન કર્યો હતો. તેમના ફોનમાં આરતી જોરજોરથી બૂમો પાડી રહી હોય તેવી રેકોર્ડિગ પણ છે.

આરતીના પિતાનું કહેવુ છે કે આ અગાઉ પણ કેટલીક વખત આરતીના સાસરિયા પક્ષવાળાઓએ તેની સાથે મારપીટ કરી છે. જેને લઇને ઘણી વખત પંચાયત પણ થઇ છે. તાજેતરમાં જ પોલીસ સ્ટેશનમાં પણ પંચાયત થઇ હતી. આરતીના પિતાનો આરોપ છે કે ત્યારે પોલીસે દબાણ રાખી સમાધાન કરાવી દીધુ હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter