GSTV
Home » News » પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી પત્ની, અચાનક પતિ ઘરમાં આવી ગયો અને જોતજોતામાં તો…

પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતી પત્ની, અચાનક પતિ ઘરમાં આવી ગયો અને જોતજોતામાં તો…

ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારમાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં, એક પતિએ નિર્દયતાપૂર્વક પોતાની પત્નીની હત્યા એટલા માટે કરી નાંખી કારણ કે તેને શંકા હતી કે તેની પત્નીના કોઇ અન્ય શખ્સ સાથે આડા સંબંધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળરૂપે યુપીના શાહજહાંપુરના રહેવાસી આરોપીએ પોતાની પત્નીને કોઇ અન્ય શખ્સ સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. તે બાદથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

તેને લઇ વિવાદ એટલો વધી ગયો કે પતિએ ગુસ્સામાં આવીને પત્નીના શરીર પર ચાકુ વડે આશરે 15 વાર કર્યા. તે બાદ આરોપી પતિ તેને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી ગયો.

ગંભીર હાલતમાં પત્નીને પાડોશીઓએ હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી. પાડોશીઓનું કહેવું છે કે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આરોપી વાસણની દુકાન ચલાવે છે.

પોલીસે જણાવ્યું કે મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આરોપીની તલાશમાં છે.

પાડોશીએ જણાવ્યું કે આરોપીની એક દિકરી પણ છે અને તે બંનેની સાથે રહે છે. જે સમયે આરોપીએ પત્નીની હત્યા કરી ત્યારે તેની દિકરી ઘરમાં હાજર હતી. તે બાદ જ્યારે તેની દિકરીએ બૂમો પાડવાનું શરૂ કર્યુ તો આસપાસના લોકો એકઠા થઇ ગયા. લોકો એકઠા થતાં જોઇને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો.

Read Also

Related posts

ઘોર કળીયુગઃ યુવક-યુવતીના લગ્ન પહેલા દુલ્હનની માતાને ભગાડી લઈ ગયો વરરાજાનો બાપ

Ankita Trada

દૂધ સાગર ડેરીની દોગલી નીતિ : હરિયાણા કરતા મહેસાણાના પશુપાલકોને ઓછો મળે છે દૂધનો ભાવ

Nilesh Jethva

અત્યંત દયનીય હાલતમાં છે અહીં જંગલનાં સિંહો, હ્રદય દ્રવી ઉઠશે તેવા છે PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!