અમેરિકામાં એક મહિલાએ તેના પતિ સાથે જે કર્યું તે જાણીને તમને પણ નવાઈ લાગશે. હકીકતમાં આ મહિલાએ તેના પતિના અકાઉન્ટમાંથી જ 4.5 કરોડ રૂપિયા ઉડાવી દીધા. આટલું જ નહીં 20 વર્ષ સુધી તેને તેની જાણ પણ થવા દીધી ન હતી. મહિલાની ચોરી કરવાની રીત વિશે જાણીને દરેક દંગ રહી ગયા છે. આ પ્રકારના કિસ્સાઓ તમને ફક્ત ફિલ્મોમાં જ જોવા મળી શકે છે.

શાતિર મહિલા અને પતિનો વિશ્વાસ તોડનાર આ કિસ્સો અમેરિકાના કનેક્ટિકટનો છે. જ્યાં ડોના મેરિનો નામની આ મહિલાએ ધીમે ધીમે પતિના અકાઉન્ટમાંથી 4 કરોડ 44 લાખ રૂપિયા ઉપાડી લીધા. પતિ જ્યારે આ અંગે પૂછતો, તો તે તેને સરખા જવાબ આપતી નહતી. રિપોર્ટ મુજબ શાતિર ડોનાએ તેના પતિના પેન્શન ચેક, કમ્પેન્સેશન પેમેન્ટ્સ અને સોશિયલ સિક્યોરિટી ઇનકમમાંથી 20 વર્ષમાં 4 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ કરી.
હકીકતમાં તેના પતિનો વિશ્વાસ જીત્યા પછી ડોના તમામ આર્થિક બાબતો પોતે જ જોતી હતી. આવી સ્થિતિમાં તે ખૂબ જ સરળતાથી તેના પતિને છેતરવામાં સફળ રહી. તે ધીમે ધીમે તેના પતિનું અકાઉન્ટ ખાલી કરી રહી હતી. જ્યારે પણ પતિ આ અંગે કોઈ પ્રશ્ન કરતો, ત્યારે તે તેને ખાતરી આપતી કે તેને ભૂલવાની બિમારી થઈ ગઈ છે. ડોના એટલી શાતિર હતી કે જ્યારે પણ તેનો પતિ બેંકમાં જવાની વાત કરતો ત્યારે તે તેને એમ કહીને શાંત કરી દેતી હતી કે અલ્ઝાઈમરના કારણે છેલ્લી વખત તેણે ખૂબ જ હંગામો મચાવ્યો હતો, જેથી તેને ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો.
મજાની વાત એ છે કે ડોનાનો પતિ તેના પર એટલો ભરોસો રાખતો હતો કે તેણે માની પણ લીધું હતું કે તેને અલ્ઝાઈમર છે. આટલું જ નહીં ડોનાના વિશ્વાસને કારણે તેણે ક્યારેય તેના ડોક્ટરને પણ આ વિશે જણાવ્યું નથી. પણ કહેવાય છે કે ખરાબ કર્મોનું ખરાબ પરિણામ જ મળે છે. બસ, ડોનાના કાવતરાનો પણ પર્દાફાશ થયો. પરંતુ તેનાથી તેના પતિને સૌથી વધુ આઘાત લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે ડોના આ વ્યક્તિની બીજી પત્ની હતી. જ્યારે શખ્સની પુત્રીએ પિતાની નાણાકીય વિગતો તપાસી તો કાંડ બહાર આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે પત્ની દ્વારા કરાયેલા કોઈપણ વ્યવહારની જાણ તેના પતિને નહોતી. પૂછપરછ દરમિયાન ખબર પડી કે ડોનાએ તેના પતિના અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી તેના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ડોના સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ પતિએ પણ તેને છૂટાછેડા આપી દીધા છે.
Read Also
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?
- ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ