GSTV

પતિના નિયમિત સેક્સથી પત્નીને થતી હતી પીડા એક દિવસ થયું એવું કે…

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી રહી છે. ૨-૩ માત્રા આવ્યા, પરંતુ વાત બની નહીં. ક્યાંક છોકરો તો ક્યાંક એનું કુટુંબ અને સ્ટેટસ બહુ ઓછું હતું. હું મારા ભાઈના એક મિત્રને, જે ભાઈની સાથે જ ભણતા હતા અને હવે એન્જિનિયર છે, તેને મનોમન પ્રેમ કરું છું. 

વર્ષોથી એમનું અમારે ત્યાં આવવા-જવાનું છે, પણ હું ઈચ્છવા છતાં મારા પ્રેમનો એકરાર કરી શકી નહીં. મને ડર છે કે ક્યાંક તેમણે ના પાડી દીધી અથવા તો મારા ભાઈને કહી દીધું, તો મારી કેટલી બદનામી થશે. મારે આવું દુ:સાહસ કરવું જોઈએ કે નહીં?

એક યુવતી (વડોદરા)
ઉત્તર: જો તમે તમારા ભાઈના મિત્રને પ્રેમ કરતા હો તો તેને પ્રેમનો એકરાર કરવામાં કંઈ જ ખોટું નથી. તે ઈન્કાર કરશે કે સ્વીકાર એ તો તમે વાત કરશો પછી જ ખબર પડશે. હવે રહી વાત તેના દ્વારા તમારા ભાઈને તમારી ફરિયાદ કરવાની તો આ શંકાને મનમાંથી કાઢી નાખો. કોઈપણ સમજદાર વ્યક્તિ આવી મૂર્ખામી નહીં કરે.

પ્રશ્ન: હું ૫૫ વર્ષની મહિલા છું. મારા પતિની ઉંમર ૫૭ વર્ષ છે. મારી ઉંમર જેમ જેમ વધી રહી છે તેમતેમ સેક્સ પ્રત્યેની મારી રુચિ ઓછી થવા લાગી છે, જ્યારે મારા પતિ પહેલાંની જેમ જ કામુક છે. ક્યારેક તો એવું લાગે છે કે કુટુંબની જવાબદારીઓથી ચિંતામુક્ત થઈ જવાના કારણે તેઓ વધારે રોમેન્ટિક બની રહ્યા છે. તેઓ નિયમિત સેક્સ ઈચ્છે છે, જ્યારે મને પીડા થાય છે.

ઘણીવાર આ વિષયને લઈને અમારી વચ્ચે બોલાચાલી થાય છે. પછી તેઓ ઘણા દિવસો સુધી નારાજ રહે છે. ઘણા પ્રયત્નો કર્યા પછી નોર્મલ થાય છે. હું તેમને નારાજ કરવા ઈચ્છતી નથી, પરંતુ જાણે-અજાણ્યે આવું બની જાય છે. 

હું એમને ઘણીવાર સમજાવું છું કે ઉંમરની સાથેસાથે વ્યક્તિએ થોડો સંયમ કેળવવો જોઈએ. દરેક બાબત અમુક સમય સુધી યોગ્ય લાગે છે. મારી વાતો એ સાંભળી તો લે છે પણ તેનું પાલન કરતા નથી. હું શું કરું?
એક સ્ત્રી (જામનગર)

ઉત્તર  સેક્સની ઈચ્છા વ્યક્તિ પર વિશેષ આધારિત છે. જો તમારા પતિ નિયમિત સેક્સ ઈચ્છે છે તો આ તેમનો અધિકાર છે. તમે ન ઈચ્છો તો પણ તેમની ઈચ્છા પૂરી કરી શકો છો, કારણ કે સ્ત્રીની શારીરિક રચના કુદરતી રીતે જ એવી પ્રકારની છે કે તેણે વધારે મહેનત કરવી પડતી નથી. તેથી તમે પતિને સેક્સની ઈચ્છા થાય ત્યારે તેને પૂરી કરો અને તેમને નારાજ થવાની તક ન આપો. ઉંમરને સેક્સ સાથે કોઈ લેવાદેવા નથી, તેથી તેમની ઉંમરને વચ્ચે ન લાવો.

પ્રશ્ન: મારો દીકરો ચેન્નઈમાં નોકરી કરે છે. અમે કાશ્મીરી હિન્દુ છીએ. દીકરાએ તેની સાથે નોકરી કરતી દક્ષિણ ભારતીય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. તેણે જ્યારે પોતાના પ્રેમની વાત તેની દાદી સામે કરી તો તેમણે ખૂબ બખેડો ઊભો કર્યો. તેઓ ઈચ્છે છે કે મારો દીકરો કાશ્મીરી યુવતી સાથે જ લગ્ન કરે, જે આપણા રીતરિવાજો અને ખાનપાન વિશે જાણતી હોય.

જ્યારે અલગ સમાજની યુવતી અમારા વાતાવરણમાં એડજસ્ટ નહીં થઈ શકે. અમે બધાંએ દીકરાને ખૂબ સમજાવ્યો, પણ તેના પર ન તો અમારી સમજાવટની અસર થઈ કે દાદીના રડવાકકળવાથી કે ભૂખ્યા રહેવાથી પણ તે પીગળ્યો નહીં. શું કરીએ?
એક માતા (અમદાવાદ)

ઉત્તર: તમારા દીકરાએ જો તેની સાથે નોકરી કરતી યુવતી સાથે લગ્ન કરવાનો દ્દઢ નિર્ણય કરી જ લીધો હોય તો તમારે એને મંજૂરી આપી દેવી જોઈએ. સાસુને પણ સમજાવો કે હવે જમાનો બદલાઈ ગયો છે. બાળકો સાથે જોરજબરદસ્તી કરીને કે તેમના પર દબાણ લાવીને તમારી વાત નહીં મનાવી શકાય. આજની યુવતીઓ પણ ભણેલી-ગણેલી અને સમજદાર હોય છે, જે દરેક પ્રકારના વાતાવરણમાં પોતાને વ્યવસ્થિત રીતે ઢાળી લે છે.

તમારી ભાવિ વહુ ભલે દક્ષિણ ભારતીય હોય, પણ નવા વાતાવરણમાં તે હળીમળી જશે, પરંતુ શરત એટલી જ કે તમે લોકો એને પ્રેમપૂર્વક સ્વીકારો.

પ્રશ્ન: મારાં લગ્ન જે કુટુંબમાં થયાં છે ત્યાં નાનપણથી જ અમે આવતાં-જતાં હતાં. હકીકતમાં મારા સસરા અને મારા પિતા ગાઢ મિત્રો હતા. કોલેજના અભ્યાસ પછી મારા પિતાએ સરકારી નોકરી સ્વીકારી લીધી અને મારા સસરા તેમના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા. બંને કુટુંબ વચ્ચે આર્થિક રીતે ઘણું અંતર છે તેમ છતાંય મને બધા ખૂબ સાચવે છે.

મારા પિતા મારા સાસરામાં બિનજરૂરી દખલગીરી કરે છે તેનાથી હું ખૂબ ચિંતિત છું. તેઓ ક્યારેક મારા પતિને તો ક્યારેક મારા સાસુને કોઈપણ જાતના ખચકાટ વગર કંઈપણ કહી દે છે. તેઓ બધું સાંભળી લે છે અને કશું કહેતા નથી, પરંતુ તેમને દુ:ખ તો થાય જ છે. મને આ બધું ગમતું નથી. 

જો હું મારા પિતાને ટોકું તો તેમને ખોટું લાગી જશે, એટલે હું ચૂપ રહું છું. પરંતુ તેમની આદત બદલાતી નથી, કારણ કે તેઓ ભૂલી ગયા છે કે હવે આ ઘર તેમના મિત્રનું નહીં પણ તેમની દીકરીનું સાસરું છે, જ્યાં થોડી મર્યાદામાં રહીને વર્તન કરવું જોઈએ.
એક યુવતી (મુંબઈ)

ઉત્તર: તમે એકદમ સાચું વિચારી રહ્યા છો. તમારા પિતાની તમારા ઘરમાં બિનજરૂરી દખલગીરી યોગ્ય ગણાય નહીં. જો તમારાં સાસુ-સસરા તેમની જૂની મિત્રતાના કારણે તમારા પિતાનો આદર કરતાં હોય, તો તેમણે પોતાની મર્યાદા ઓળંગવી જોઈએ નહીં. તમે જાતે જ તમારા પિતાને કહી દો કે તમારાં ઘરની અંગત બાબતોમાં દખલગીરી ન કરે. તમારું આવું કહેવું તેમને થોડા વખત માટે ન ગમે એવું બને, પરંતુ અંતે સંબંધોના હિતમાં આ જરૂરી છે. 

Read Also

Related posts

Lockdownમાં પોલીસકર્મીની ડ્યુટી કરી ઘરે આવીને બનાવે છે માસ્ક, લોકોએ કર્યુ સલામ

Arohi

કોરોના સામે જંગ લડવા સાઉથની આ સુપરસ્ટારે આપ્યું લાખોનું દાન

Nilesh Jethva

ભારતમાં કોરોનાને હરાવ્યો, બ્રિટિશ નાગરિકે કહ્યું- UK માં ન થાત આવી સારવાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!