GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

પતિના હતાં આડા સંબંધો, બદલો લેવાના ચક્કરમાં પત્નીએ પાર કરી નાંખી તમામ હદો

પ્રેમસંબંધ

રાજસ્થાનના ભરતપુર સ્થિત શ્રીરામ હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ દીપા ઉર્ફે રીયા અને તેના 8 વર્ષની પુત્ર શૌર્યને અનૈતિક સંબંધોની શંકામાં ગુરૂવારે જીવતા સળગાવી દીધા હતા. તે મદદ માટે બુમો પાડતી રહી પરંતુ બચાવવા પહોંચેલો તેનો ભાઈ અનુજ પણ આગમાં લપેટાઈ ગયો.

ત્રણેયને હોસ્પિટલ પહોંચાડાયા જ્યાં દીપા અને શૌર્યને મૃત જાહેર કરવામાં આવ્યા. અનુજને ગંભીર હાલતમાં જયપુર ખસેડવામાં આવ્યો હતો. ભરતપુર પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા અને તેના પુત્રેને જીવતા સળગાવવાના કેસની શરૂઆતની તપાસમાં ડોક્ટર સુદીપ ગુપ્તા અને દીપા વચ્ચે અનૈતિક સંબંધો સામે આવ્યા છે.

ડો સુદીપની પત્ની ડો સીમા ગુપ્તા અને તેની સાસુ સુરેખા ગુપ્તાની આગ લગાવવાના આરોપસર ધરપકડ કરાઈ છે. આગ લગાવ્યા બાદ મકાનની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સમયે અહીં હાજર ડૉ સીમા અને તેની સાસુ સુરેખા લોકોને કહી રહ્યાં હતાં કે, અમે બંનેને આગ ચાંપી દીધી છે, તમે બચાવી શકતા હોય તો બચાવી લો.

ઘટનાને નજરે જોનાર લોકોના કહેવા પ્રમાણે ડૉ સીમાએ પોતાના પતિને ફોન કરીને બંનેને આગના હવાલે કરી દીધાની જાણકારી આપી હતી. જે બાદમાં ડૉ સુદીપ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

દીપાના પાડોશીના જણાવ્યા પ્રમાણે, આગની ઘટના પહેલા રસોડામાંથી અવાજ સંભળાયો હતો. દીપા મોટેથી પોતાના ભાઈને ઘરમાં આગ લાગી હોવાની વાત કહી રહી હતી. ત્યારબાદ અનુજ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોતાના જીવની પરવા કર્યા વગર આગમાં કૂદી ગયો હતો. અનુજે બહેન અને ભાણીયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અનેક પ્રયાસ છતાં બંને બચી શક્યા ન હતા. હાલ અનુજની જયપુરની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!