GSTV
Gujarat Government Advertisement

ગજબ સાહસ! પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફ્ટ પણ સાથે હતો મેસેજ, લખ્યું કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

કોઇ પણ વ્યક્તિનું જ્યારે દાંપત્યજીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હોય, પરંતુ તેનું બહાર પણ કોઇની સાથે અફેર હોય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે તો કદાચ તમને ખ્યાલ જ હશે. એવામાં બંને મહિલાઓ એકબીજાના ચહેરા જોવાનું પસંદ નહીં કરે. પરંતુ સ્કોટલેન્ડમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે.

ગિફ્ટમાં ત્રણ અલગ-અલગ પ્રકારની કુકીઝ હતી

સ્કોટલેન્ડ (Scotland) ની એલિઝાબેથ લિંડસે (Elizabeth Lindsay) એ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો. તેમાં તેણીએ જણાવ્યું કે, ‘તેના પતિની ગર્લફ્રેન્ડએ તેઓને એક ગિફ્ટ મોકલી છે, આ સાથે એક અકલ્પનીય વાત પણ લખી મોકલી છે. જેનાથી હું હેરાન છું.’ હાલમાં સોશિયલ મીડિયામાં તેનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં એલિઝાબેથ એક ગિફ્ટને ખોલતી જોવા મળી રહી છે. આ ગિફ્ટ તેને એ મહિલાએ મોકલી હતી કે, જે તેના પતિ સાથે રિલેશનશિપમાં હતી. ગિફ્ટમાં ત્રણ અલગ-અલગ પ્રકારની કુકીઝ હતી, જેની આઇસિંગ પર લખ્યું હતું કે, એલિઝાબેથ માટે ખાસ મેસેજ.’ દરેક મેસેજ જોતાની સાથે જ એલિઝાબેથ વધારે ઉત્તેજિત થઇ જતી. તેમાં લખ્યું હતું કે, ‘તારા પતિ સાથે અફેર માટે મને માફ કરી દે.’

Affair

ગિફ્ટ મોકલનાર ગર્લફ્રેન્ડએ પતિ સાથે અફેર કરવા માટે માફી માંગી

ગિફ્ટ બોક્સ ખોલતા જ જે પ્રથમ બિસ્કિટ એલિઝાબેથને મળ્યું છે, તેની પર ડાયરેક્ટ તેના પતિ સાથે અફેર કરવા માટે માફી માંગી છે. ટિકટોક વીડિયોના આધારે શેર કરવામાં આવેલ આ ગિફ્ટને ખોલતી વખતે એલિઝાબેથ જણાવે છે કે, તેની સૌતનને પતિના લગ્ન થયા હોવાની જાણ ન હોતી. એવું જ બીજા બિસ્કિટ અને ત્રીજા બિસ્કિટમાં એલિઝાબેથ માટે એવાં મેસેજ હતાં, કે જેને વાંચતા જ તે પોતાનું હાસ્ય ન હોતી રોકી શકી. એક કુકી પર મેસેજ હતો કે, ‘you’re so shady’, આ વાત તેના પતિએ તેની માટે કહી હતી. બાદમાં અંતિમ બિસ્કિટમાં તેની સૌતનએ તેને અને ખુદને એક જ પરિસ્થિતિમાં માની બહેન પણ બનાવી લીધી.

મળતી જાણકારી મુજબ, તેની સૌતન પણ પતિ સાથે બ્રેકઅપ કરી ચૂકી છે અને તે ગિફ્ટ પણ તેની જ એનિવર્સરી પર મોકલવામાં આવી હતી. આ વીડિયો પર લોકોએ ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયા આપી હતી. કોઇએ કુકીઝ બનાવનારાઓની પણ પ્રશંસા કરી હતી, તો કોઇએ તે મહિલાની હિંમતને પણ દાદ આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!