વરરાજાએ લગ્નમાં ગુટખા ખાઈ એવી પિચકારી મારી કે જાનને લીલા તોરણે પાછા ફરવાનો વારો આવ્યો

સામાજીક જાગૃતતા માટે લોકો કામ કરે છે પણ તે એમ જ નથી થઈ જતુ, તેના માટે કામ કરવું પડે છે. રાહ જોવી પડે છે. પેઢીઓ ચાલી જાય પછી તેનો પ્રભાવ દેખાય છે. વર્તમાન સમયમાં મહિલાઓ સશક્ત થઈ ગઈ છે. ઘણી મહિલાઓ ઘરમાં શૌચાલય ન હોવાથી લગ્ન કરવાની ના પાડી દે છે. તો બીજી તરફ શુદ્ધ હિન્દી ન લખી શકે તો પણ મહિલાઓ લગ્ન માટે ના પાડી દે છે. ત્યારે આનાથી વિપરિત એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેના પર તમારે હસવું કે મહિલાને ધન્યવાદ આપવા તેની મૂંઝવણમાં અટવાય જશો.

એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં વરરાજાની હરકત જોઈને મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. ઘટના એવી બની કે દુલ્હેરાજા ગુટખા ખાઈ રહ્યા હતા. તેના ગુટખા ખાવાથી મહિલાએ લગ્ન કરવાની ના પાડી દીધી. આ વાતની વધુને ત્યારે ખબર પડી જ્યારે મંડપમાં આવેલા વરરાજાએ ગુટખા ખાવાનું શરૂ કરી દીધું. આ વાતની બહેનપણીઓને જાણ થતા તેણે દુલ્હનને કહી દીધું.

વધુની બહેનપણીઓએ કહ્યું પણ ખરુ, જીજાજી આજે તો ગુટખા ખાવાનું છોડી દો. આ વાતને સાંભળતા વરરાજો ગુસ્સામાં આવી ગયો. આ સમયે બહેનપણીઓને વરરાજાના વર્તનથી ખોટું લાગી ગયું. આ બધી વાતો વધુને તેની બહેનપણીઓએ કહી સંભળાવી. જેના પરિણામે વધુએ લગ્ન કરવાની ના પાડી દીધી અને જાન લીલા તોરણે પાછી ફરી.

પહેલા તો પરિવારના લોકોએ વરરાજાને સમજાવવાની કોશિષ કરી. પણ વધુ પોતાની જીદ્દ પર અડેલી હતી. વધુએ કહ્યું કે આ છોકરો મારી ઝિંદગીને નર્ક બનાવી નાખશે. આ અત્યારે બધાની સામે આવું કરી રહ્યો છે તો કાલ ઘરમાં દારૂ પીને આવશે. હું આવા છોકરા સાથે લગ્ન નહીં કરૂ. આ ઘટના બલિયાના લાલગંજની છે.

લગ્ન બાદ ઘરના લોકોએ વરરાજાને બંધક બનાવી નાખ્યો હતો. અને વરરાજા પાસેથી લગ્નનો ખર્ચો અને સામાનની માગ કરી હતી. જેના કારણે ગુટખા ખાવાથી કોઈના લગ્ન ન થયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. ખરેખર તો આ માટે વધુને ધન્યવાદ આપવા જોઈએ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter