GSTV

‘પતિને પાછો લીધા વગર નહીં જાંઉ’ નક્સલીઓના સકંજામાંથી પોલીસકર્મીને છોડાવી લાવી બહાદૂર પત્ની

પત્ની

Last Updated on May 14, 2020 by Bansari

છત્તીસગઢના બીજાપુરમાંથી એક સપ્તાહ પહેલાં નક્સલવાદીઓએ પોલીસ કર્મચારી સંતોષનું અપહરણ કર્યું હતું. સંતોષની પત્ની સુનિતા નક્સલવાદીઓના ગઢમાં પહોંચી ગઈ હતી અને પતિને છોડાવી લાવી હતી.છત્તીસગઢના બીજાપુરમાંથી પોલીસ જવાન સંતોષનું થોડા દિવસ પહેલાં અપહરણ થયું હતું. નક્સલવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. એ પછી ગાઢ જંગલમાં નક્સલવાદીઓના ગઢમાં જઈને સંતોષની પત્ની સુનિતા પતિને પાછો લાવી હતી.

પોલીસકર્મીને છોડવા નક્સલીઓએ મૂકી આ શરત

નક્સલવાદીઓએ તેની સામે શરત મૂકી હતી કે તેણે સરકારી નોકરી મૂકી દેવી પડશે. તો સુનિતાએ એ શરત માન્ય રાખી હતી. સુનિતાએ નક્સલવાદીઓને આશ્વાસન આપ્યું હતું કે તેનો પતિ પોલીસની નોકરી મૂકીને ખેતી અને ખેત મજૂરી કરશે એ પછી નક્સલવાદીઓએ સંતોષને છોડી મૂક્યો હતો.

સુનિતાની સાથે નક્સલવાદીઓના ગઢમાં સંતોષને શોધવામાં ગામવાસીઓએ પણ મદદ કરી હતી. તેની ૧૫ વર્ષની દીકરી પણ સાથે હતી. નક્સલવાદીઓએ તેને ધમકી આપી હતી તેમ છતાં તે પતિને પાછો લઈ જવા મક્કમ રહી હતી. તેની અડગતા પછી આખરે નક્સલવાદીઓએ સંતોષને છોડી મૂક્યો હતો.

આ ઘટનાને સોશિયલ મીડિયામાં પણ લોકોએ સરાહી હતી. સુનિતાની સરખામણી પૌરાણિક કથાની સાવિત્રી સાથે કરીને લોકોએ લખ્યું હતું કે જેમ સાવિત્રીએ યમરાજને કહ્યું હતું કે પતિને લીધા વગર પાછી નહીં જાઉં. એમ સુનિતાએ પણ નક્સલવાદીઓને કહ્યું હતું કે પતિને પાછો લીધા વગર નહીં જાઉં અને આખરે જેમ સાવિત્રીની માગણી સામે યમરાજ ઝૂક્યા હતા એમ નકસલવાદીઓએ પણ પત્નીની જીદ સામે નમતું મૂકવું પડયું હતું.

Read Also

Related posts

શોધ / હેલમેટ ખતમ કરશે બ્રેન ટ્યૂમર: વૈજ્ઞાનિકોઓને મળી મોટી સફળતા, જાણો કેવી રીતે કરે છે કામ

Zainul Ansari

PHOTOS: આ છે દેશના સૌથી રહસ્યમયી મંદિરો, જ્યાં ઘટે છે અવિશ્વસનીય ઘટનાઓ: ગુજરાતનું આ મંદિર પણ છે લિસ્ટમાં

Bansari

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!