નાની નાની વાતોને લઈને છૂટાછેડાના એવા કેટલાય કેસો તમે જોયા હશે. જો કે, ચીનમાં છૂટાછેડાનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. અનોખો એટલા માટે છે કે, નવી પરણીને આવેલી દુલ્હને ફક્ત એટલા માટે છૂટાછેડાની ડિમાન્ડ કરી કેમ કે, તેનો પતિ તેના માટે લાવેલી બ્રા સાઈઝમાં નાની પડી હતી. પતિથી થયેલી આ નાની એવી ભૂલથી પત્નીનો પિત્તો ગયો હતો. અને તેણે બરાબરનો હોબાળો કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ છૂટાછેડાની ખૂબ ચર્ચા થઈ રહી છે.
પાર્ટીમાં બખેડો થયો
ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર ગુઈઝાઉ વિસ્તારમાં રહેતા લુઓ અને યાંગના હાલમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ મહેમાનો માટે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન અચાનક પતિ અને પત્નિમાં ઝઘડો થઈ ગયો હતો. ગુસ્સામાંના કારણે પત્નીએ પાર્ટીમાં લાઈટ બંધ કરી દીધી, અચાનક દોડતા આવી અને પતિ પાસે છૂટાછેડાની માગણી કરી દીધી. પહેલા તો લોકોને કંઈ સમજાયુ નહીં, પણ જ્યારે કારણ જાણ્યુ તો મહેમાનો પણ બેઘડી માથુ ખંજવાળવા લાગ્યા હતા.

અત્યારથી જ આવી હાલત છે, તો આગળ જતાં શું થશે
હકીકતમાં જોઈએ તો, વરરાજાએ તેની દુલ્હનને ગિફ્ટમાં બ્રા આપી હતી. જે નાની સાઈઝની હતી. આ જોઈને દુલ્હનો પિત્તો ગયો હતો. તેને આ બાબત પોતાનું અપમાન લાગ્યું. તેણે કહ્યુ હતું કે, મારા પતિને મારી સાઈઝ ખબર છે, તેમ છતાં નાની બ્રા લઈને આવ્યો. જે લગ્નના આટલા ટૂંકા ગાળામાં આવુ કરી શકે, તે આગળ જતાં મારુ શું ધ્યાન રાખશે. સેલિબ્રેશન પાર્ટી દરમિયાન બંને વચ્ચેનો ઝઘડો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
યુવતીના પરિવારવાળા પણ તેના સમર્થન આવ્યા હતા. તેમનું કહેવુ હતું કે, દિકરીનો ગુસ્સો યોગ્ય છે. તેમણે તો ત્યાં સુધી કહ્યુ છે કે, વરપક્ષના લોકોએ જેટલી પણ પાર્ટી રાખી છે, તેમાં પણ સામેલ થશે નહીં. તો વળી વરરાજાનું કહેવુ છે કે, તે ભૂલથી નાની સાઈઝની બ્રા લઈ આવ્યો હતો. તેણે જાણી જોઈને આવુ નથી કર્યું. નાની એવી વાતમાં આટલુ મોટુ પગલુ ભરવું એ સમજમાં આવતું નથી.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…