GSTV
Home » News » સેકસ સંબંધમાં પતિ બનતો હતો વિલન, પતિને મારવાનો પ્લાન બનાવ્યો પણ પ્રેમી પણ મરી ગયો

સેકસ સંબંધમાં પતિ બનતો હતો વિલન, પતિને મારવાનો પ્લાન બનાવ્યો પણ પ્રેમી પણ મરી ગયો

વરિયાવ ગામની સીમમાં તળાવમાંથી બે યુવાનની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવવાની ઘટનામાં લગ્નેત્તર સંબંધ કારણભુત હોવાની સાથે આડખીલ રૃપ પતિનો કાંટો કાઢવાનો પ્લાન ઘડનાર પત્નીએ પ્રેમી પણ ગુમાવ્યા હોવાની સાથે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. બે યુવાનની લાશ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી જેનો વાસ્તવિક ખુલાસો પત્નીની પોલીસ સમક્ષ કબૂલાત બાદ પટેલ સમાજમાં ખળભાટ મચી ગયો છે. ગત મધ રાત્રે વરિયાવ ગામની સીમમાં તળાવમાંથી 34 વર્ષીય કમલ યોગેશ પટેલ અને તુષાર ઉત્તમ પટેલની (ઉં.વ-27- રહે, કુંભાર મોહલ્લો, બરબોધનગામ, ઓલપાડ) રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. મોરાભાગળ ખાંડાકુવા ખાતે રહેતો કમલ પત્ની ખુશ્બુ સાથે સેગવા સ્યાદલા ગામ ખાતે સાસરે જવા નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં મોતને ભેટયો હતો અને ખુશ્બુએ ગાડી સ્લીપ થઇ જતા બનેલી  દુર્ઘટનાની વાત પોલીસને ગળે ઉતરતી નહિ હોવાથી આકરી પુછપરછ હાથ ધરી હતી.

પતિ કમલનો કાંટો કાઢી નાંખવા માટે ઘડ્યું કારસ્તાન

જેમાં ખુશ્બુએ કબુલાત કરી હતી કે પુત્રી ત્રણ-ચાર દિવસથી પિયરમાં હોવાથી તેને લેવા પતિ કમલ સાથે લેવા જઇ રહ્યા હતા. તે પહેલા પ્રેમી તુષારને જાણ કરી લગ્નેત્તર સંબંધમાં આડખીલ રૂપ પતિ કમલનો કાંટો કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ વરિયાવ તળાવ પાસે તુષાર ઘરેથી પોતાનો સામાન બેગમાં ભરીને લઇને આવ્યો હતો અને કમલ સાથે મોટરસાઇકલ પર ખુશ્બુ ત્યાં પહોંચતા વેંત મોટરસાઇકલ થોભાવી હતી. તે દરમ્યાન તુષાર અને કમલ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ખુશ્બુ અને તુષારનો પ્લાન કમલને તળાવમાં ફેંકી દઇ હત્યા કરવાનો હતો. પરંતુ કમલ સાથેની ઝપાઝપીમાં તુષાર પણ તળાવના પાણીમાં પડી ગયો હતો અને તેને તરતા આવડતું હોવા છતા તે પણ કમલની સાથે ડુબી ગયો હોવાની કેફિયત ખુશ્બુએ કબુલી હતી. જેના આધારે જહાંગીરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ખુશ્બુની ધરપકડ કરી છે.

બે લાશ મળ્યા પછી શું ચર્ચા હતી ? પત્નીની નજર સાથે પતિ તળાવમાં પડયો કે ફેંકવામાં આવ્યો  ?

રાંદેરમાં કમલ પેટલ તેમની પત્ની સાથે  ગત સાંજે ઓલપાડના સેગવાગામમાં સાસરીયામાં જવા નીકળ્યા હતા.તે દરમિયાન વરીયાવગામના તળાવમાં કમલ પત્નીની નજર સામે પડી ગયો હતો કે કોઇએ  ફેંકી દીધો હશે તે અંગે ચર્ચાએ જોર પકડયુ હતુ.એટલુ જ નહી તે તળાવ માંથી તુષારની પણ લાશ મળી આવી હતી.જયારે તુષાર અને કમલ વચ્ચે કોઇ કારણ સર રકઝક સાથે ઝપાઝપી થઇ હોઇ શકે જેમાં બંને તળાવમાં પડી ગયા હોય એવુ પણ અનુમાન છે. અથવા   એક યુવાને બીજાને ધક્કો મારતા તળાવમાં પડયો હોય એવી પણ શક્યાત છે. તો એક યુવાનને બચાવવા બીજો યુવાન ગયો હોય તેવુ પણ બને. અને તેમાં બંને ડુબી ગયા હોય એવુ પણ નકારી શકાય તેમ નથી. આવી અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયુ હતું.

એકને ખભા પર દાંતના નિશાન તો બીજાને ગળામાં આંતરીક ઇજા મળી હતી

બંનેના પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરે કહ્યું હતું કે કમલના ગળામાં પર દબાણ આવ્યુ હોય તે પ્રકારના આંતરિક ઇજા જેવા નિશાન મળી આવ્યા છે જ્યારે તુષારના ખભાના ભાગે દાંતના નિશાન મળી આવ્યા હતા. જોકે તુષારનું ડૂબી જવાથી મોત થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે પરંતુ બંનેના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ બંનેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

ફોરેન્સીકને બદલે પેનલમાં પોસ્ટમોર્ટમ થયુ

શંકાસ્પદ મોત હોવાથી પોલીસે  સિવિલના એક્સપર્ટ ડોકટરનું ઓપીનીયન  લઇ  ફોરેન્સીક વિભાગમાં બંનેના પોસ્ટ મોર્ટમ કરાવવા માટે કાગળીયા બનાવ્યા હતા. અને પોલીસ તે કાગળો લઇને ફોરેન્સીક ડોકટર પાસે પોસ્ટમોર્ટમ કરાવવા ગઇ હતી.પણ  ફોરેન્સીકના ડોકટરે બંનેના પોસ્ટમોર્ટમ માટે મેડીકલ ઓફિસર પાસે  મોકલ્યા હતા. જેથી સી.એમ.ઓ પેનલમાં બંનેના પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યા હતા. નોધનીય છેકે ઘણી વાર ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા પોલીસ ગંભીરતા દાખવતી નથી.જોકે આ બનાવમાં પોલીસે ગંભીરીતા દાખવી તો  ફોરેન્સીકના ડોકટરે સી.એમ.ઓ પાસે પી.એમ કરાવ્યુ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

READ ALSO

Related posts

તપેલું કે ડોલ જે હાથમાં આવ્યું તે લઈને લોકો દોડ્યા, આ એક્સિડન્ટથી લાઈનો લગાવનાર તમામ થઈ ગયા ખુશખુશ

Mayur

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!