GSTV

આર્યન ખાનની ધરપકડ કરનાર સમીર વાનખેડેની પત્ની છે આટલી ખૂબસુરત, અજય દેવગણ સાથે આ ફિલ્મમાં કરી ચુકી છે કામ

સમીર

Last Updated on October 6, 2021 by Bansari

શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની ધરપકડ કરનાર એનસીબી અધિકારીની ખૂબ ચર્ચા થઇ રહી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લોકો અસલ સિંઘમ કહી રહ્યાં છે. સમીરના નેતૃત્વમાં જ રેવ પાર્ટી પર રેડ પાડવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં પણ સમીર વાનખેડેનું નામ સામે આવ્યું હતું. પ્રોફેશનલ લાઇફમાં સમીર કેવા છે તે વિશે તો બધા જાણે છે પરંતુ તેમની પર્સનલ લાઇફ કેવી છે તે બધા જ જાણવા માંગે છે. આજે અમે તમને સમીરની પત્ની વિશે જણાવીશું.

સમીર

કોણ છે સમીર વાનખેડેની પત્ની

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર એક્ટ્રેસ છે. ખૂબસુરતીના મામલે ક્રાંતિ રેડકર મોટી મોટી હિરોઇનોને પણ ટક્કર આપે છે. આજે અમને તમને ક્રાંતિ વિશે ડિટેલમાં જણાવીશું.

મુંબઈની રહેવાસી છે ક્રાંતિ

ક્રાંતિ રેડકર વાનખેડે મુંબઈની રહેવાસી છે. તેણીનો જન્મ મુંબઈમાં થયો હતો અને ત્યાં જ તેનો ઉછેર થયો છે. તેમણે કાર્ડિનલ ગ્રેસીયસ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે આગળનો અભ્યાસ રામનારાયણ રૈયા કોલેજમાંથી પૂર્ણ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ક્રાંતિ એક્ટિંગ કરિયર તરફ આગળ વધી.

અજય દેવગન સાથે બોલિવૂડ ડેબ્યૂ

ક્રાંતિ રેડકર વાનખેડેની પ્રથમ ફિલ્મ મરાઠી ફિલ્મ હતી. તેણે ‘સૂન અસાવી આશી’ માં કામ કર્યું. આમાં અંકુશ ચૌધરી તેની સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2000 માં રિલીઝ થઈ હતી. આ પછી, તેણે અજય દેવગનની ફિલ્મ ‘ગંગાજલ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ. જણાવી દઇએ કે ક્રાંતિ એ જ છોકરી હતી જેનું ફિલ્મમાં અપહરણ કરવામાં આવ્યું હતું.

ઘણા હિટ સોન્ગ આપ્યા છે

ક્રાંતિ રેડકર વાનખેડેએ મરાઠી ફિલ્મોમાં ઘણા હિટ સોન્ગ આપ્યા છે. જેમાં ‘કોમબદી પાલાલી’, ‘તંગડી ધારુન’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. આ ગીતો ફિલ્મ ‘જાત્રા’ના છે. આ ફિલ્મના ગીતનું મ્યુઝિક બોલિવૂડના ‘ચિકની ચમેલી’ સોન્ગમાં યુઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ ડાયરેક્ટર બની ગઇ છે ક્રાંતિ

ક્રાંતિ રેડકર વાનખેડેએ વર્ષ 2015 માં ફિલ્મ કાકનથી ડાયરેક્શનની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઉર્મિલા કાનિતકર અને જીતેન્દ્ર જોષી છે. એક્ટ્રેસની સાથે સાથે, તેણીને ડાયરેક્ટર તરીકે પણ પસંદ કરવામાં આવી હતી.

ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે ક્રાંતિ

ક્રાંતિ રેડકર વાનખેડે સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. તેમના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. દરરોજ તે ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તેના મેકઅપ વીડિયો પણ વાયરલ થાય છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સને મેકઅપ ટિપ્સ આપે છે.

સમીર

બે દિકરીઓના છે પેરેન્ટ્સ

વર્ષ 2017 માં સમીર વાનખેડે અને ક્રાંતિ રેડકર વાનખેડેના લગ્ન થયા. બંને ટ્વિન દીકરીઓના માતા -પિતા છે. ક્રાંતિ રેડકર ઘણીવાર સમીર સાથે ફોટોઝ શેર કરે છે. તે પોતાની સિદ્ધિઓ પણ લોકો સાથે શેર કરે છે.

જુઓ વીડિયો

સમીર વાનખેડે માટે ક્રાંતિ રેડકર વાનખેડેની પ્રેમભરી પોસ્ટ.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!