GSTV
Home » News » આ મુખ્યમંત્રીની પત્નીએ પીએમ મોદીને ‘રાષ્ટ્રપિતા’ કહેતા વિવાદ, ટ્વિટર પર થઈ ટ્રોલ

આ મુખ્યમંત્રીની પત્નીએ પીએમ મોદીને ‘રાષ્ટ્રપિતા’ કહેતા વિવાદ, ટ્વિટર પર થઈ ટ્રોલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદીવસ પર ભારતીય જનતા પાર્ટીના નેતા કાર્યકર્તાઓ સાથે આખા દેશમાં નરેન્દ્ર મોદીના જન્મદીવસને લઈને ઉત્સાહ હતો. નેતા-કાર્યકર્તાએ મોદીનો જન્મદિવસ મનાવવા ખૂબ મહેનત કરી હતી. પરંતુ આ ઉત્સાહ કેટલાંક લોકોને ભારે પડ્યો છે. આ અતિ ઉત્સાહની શિકાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતી ફડણવીસ થઈ ગઈ છે.

અમૃતાએ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદીવસની બધાઈ આપી હતી પરંતુ બધાઈ આપવાના ઉત્સાહમાં તેમણે પીએમ મોદીને રાષ્ટ્રપિતા જણાવી દીધા. તેમણે લખ્યું કે આપણા દેશના પિતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા, જેમણે સમાજના વિકાસ માટે અમને સતત કામ કરવાની પ્રેરણા આપી. આ ટ્વિટ બાદ અમૃતા સતત ટ્વિટર પર ટ્રોલ થઈ રહી હતી.

આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા વિપક્ષી દળો અને ભાજપા વિરોધીઓએ અમૃતાને ખૂબ ટ્રોલ કરી અને તેને ચાપલુસીનું સૌથી મોટુ ઉદાહરણ કહ્યું. ત્યાં કેટલાંય લોકોએ કહ્યું કે મહાત્મા ગાંધીની જગ્યા પર નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપિતા જણાવવુ શરમજનક છે. ચાલો જોઈએ કે અમૃતાના આ ટ્વિટનો જવાબ લોકોએ કેવો આપ્યો છે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!