GSTV

ટ્રમ્પની છે આ ખાસમખાસ, વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ ધરાવે છે દબદબો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન તેમની પુત્રી  ઇવાન્કા અને જમાઇ જેર્ડ કુશનર પણ  સાથે આવી રહ્યા છે.. જો કે ઇવાંકા અગાઉ પણ ભારતની મુલાકાતે આવી ચુકી છે.   ઇવાંકા ટ્રમ્પ ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ સિનિયર સલાહકાર જ નથી, પણ સાથે સાથે તે બિઝનેસ વુમન પણ છે. તે એક સાથે કેટલીય ભૂમિકા નિભાવે છે. ઘરમાં ઇવાંકા પત્ની, માતા, બહેન, પુત્રી તરીકે. જ્યારે કે ઘરની બહાર એક બિઝનેસ વુમન અને મહિલા સશક્તિકરણ માટે કામ કરતી રહે છે. તો ચાલો જાણીએ ઇવાંકા સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી ખાસ વાતો…

મેનહટ્ટનમાં જન્મ

ઇવાન્કા ટ્રમ્પનો જન્મ ન્યૂયોર્કના મેનહટ્ટન 30 ઓક્ટોબર, 1981ના રોજ થયો હતો. તેણે 15 વર્ષની ઉંમર સુધી મેનહટ્ટનની ચેપીન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેને વોલિંગફોર્ડની ચોએટ રોઝમેરી હોલ સ્કૂલમાં ટ્રાન્સફર કરી દેવાઇ હતી. ઇવાંકાએ ગ્રેજ્યુએશન પણ ચોએટ ખાતેથી જ કર્યું હતુ. તે ઇકોનોમિકમાંથી બેચરલ ડિગ્રી પ્રાપ્ત કરી છે. અંગ્રેજીની સાથે સાથે ઇવાંકા ફ્રેન્ચ ભાષા પણ જાણે છે.

ટ્રંપનું ત્રીજા નંબરનું સંતાન

ઇવાન્કાની માતા ઇવાના અને પિતા ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 1991માં ડાઇવોર્સ થઇ ગયા હતા.જ્યારે માતા-પિતાના છૂટાછેડા થયા ત્યારે ઇવાંકા માત્ર 11 વર્ષની હતી. તે જૂનિયર ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ બાદ ત્રીજા નંબરનું સંતાન છે.

જેર્ડ કુશનર સાથે કર્યા લગ્ન

વર્ષ 2005માં પોતાના મિત્ર વર્તુળ મારફત ઇવાંકા રિયલ એસ્ટેટ ડેવલપર જેર્ડ કુશનરને મળી હતી. ત્યારબાદથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે 2008માં કુશનરના માતા-પિતાના વાંધા બાદ બંનેનું બ્રેક અપ થઇ ગયું હતુ. પરંતુ ત્યારબાદ ફરી એકવાર બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. 25, ઓક્ટોબર, 2009ના રોજ યહુદી પરંપરા પ્રમાણે લગ્ન કરી લીધા. જેર્ડ કુશનર અને ઇવાંકાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

લગ્ન બાદ અપનાવ્યો યહુદી ધર્મ

ઇવાન્કાએ બિઝનેસમેન જેર્ડ કુશનર સાથે લગ્ન કર્યા.. જેર્ડ કુશનર યહુદી છે.. જેથી લગ્ન બાદ ઇવાંકાએ પણ યહુદી ધર્મ અપનાવ્યો છે.. જેર્ડ કુશનરના માતા-પિતાના વિરોધના કારણે જ ઇવાંકાએ યહુદી પરંપરાથી કુશનર સાથે લગ્ન કર્યા હતા..

અવકાશ યાત્રી બનવાનું સપનું

ઇવાંકા ટ્રમ્પનું સપનું હતુ કે તે અવકાશ યાત્રી બને અને અવકાશની સફર કરે. જોનસન સ્પેસ સેન્ટર ફરવા ગયા બાદ અવકાશની વાતો સાંભળીને તે ઘણી પ્રભાવિત થઇ હતી. જે બાદ તેણે અવકાશ યાત્રી બનવાનું સપનું સેવ્યું હતુ.

રાજનિતીમાં પિતાને સહયોગ

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઇવાંકા વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના સલાહકાર તરીકે કામ કરવા લાગી હતી. વ્હાઇટ હાઉસમાં જ ઇવાંકાને ઓફિસ આપવામાં આવી છે.  થોડા જ સમયમાં તેણે પોતાના કામથી પોતાની ઉપસ્થિતિની નોંધ લેવડાવી. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ બાદ જો કોઇની વાતનું વજન પડતું હોય તો તે ઇવાંકા ટ્રમ્પ છે. કહેવાય છે કે વ્હાઇટ હાઉસમાં ઇવાંકા પોતાના પિતાના આંખ અને કાન છે.

મોડલિંગની દુનિયામાં કર્યુ કામ

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા જેટલી સુંદર છે તેટલી જ તે પોતાના કામમાં કાબેલિયત પણ ધરાવે છે.. સુપરમોડલનું કદ-કાઠી ધરાવતી ઇવાંકાએ માત્ર 16-17 વર્ષની ઉંમરે મોડેલિંગની દુનિયામાં પર્દાપણ કર્યું હતુ.

પ્રાઈવેટ કંપનીમાં કરી નોકરી

અભ્યાસ પૂર્ણ કર્યા બાદના દિવસોમાં ઇવાંકાએ ફોરેસ્ટ સિટી એન્ટપ્રાઇઝ નામની રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ ક્ષેત્રની કંપનીમાં કામ કર્યું હતું. આ કંપનીમાં ઇવાંકાએ અમુક દિવસો જોબ કરી હતી.

લેખનમાં પણ અજમાવ્યો હાથ

ઇવાન્કા ટ્રમ્પે  લેખિકા તરીકેની પોતાની ઓળખ પણ બનાવી. ૨૦૦૯માં ન્યૂયોર્ક ટાઇમ્સની બેસ્ટ સેલિંગ બિઝનેસ બુક ધ ટ્રમ્પ કાર્ડ : રીડિફાઇનિંગ ધ રૂલ્સ ફોર સક્સેસ ઉપરાંત મે- ૨૦૧૭માં વુમન વુ વર્ક : રીડિફાઇનિંગ ધ રૂલ્સ ફોર સક્સેસ નામનું પુસ્તક પણ લખ્યું.

ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં જમાવી ધાક

ખાનગી કંપનીની સાથે કામ કર્યા બાદ ઇવાન્કાએ વર્ષ ૨૦૦૭માં પોતાનો જ્વેલરીનો બિઝનેસ શરૂ કર્યો હતો. વર્ષ ૨૦૧૧ આવતાં જ તેમણે પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાઇને પોતાની ફેશન બ્રાન્ડ શરૂ કરી. તેની કંપનીનું બ્રાન્ડ નેમ પણ ઇવાન્કા જ છે. ઇવાંકાએ શરૂ કરેલી કંપની અમેરિકાની સૌથી ચર્ચિત બ્રાન્ડમાંથી એક છે. ઇવાન્કા ટ્રમ્પ કલેક્શન અને ઇવાન્કા ટ્રમ્પ ડોટ કોમ નામથી ચાલી રહેલી તેની કંપની મહિલાઓ માટે કપડાં અને ફેશન એસેસરીઝનું વેચાણ કરે છે.

ઈવાંકાની કંપનીમાં માત્ર મહિલાઓ

ખાસ વાત તો એ છે કે ઇવાન્કા ટ્રમ્પની કંપનીમાં ચેરમેન, વાઇસ ચેરમેન, લાયઝેનિંગ ડાયરેક્ટર અને માર્કેટિંગ મેનેજરથી લઇને ગ્રાફિક ડિઝાઇનર અને પીઆર સેમ્પલ કો ઓર્ડિનેટર સુધીના તમામ ૧૩ મહત્ત્વના પદો પર મહિલાઓ છે. તે હેઝ ફંડની ૧૦૦ મહિલાઓની યાદીમાં પણ છે, જે મહિલાઓના આર્થિક રીતે મજબૂત કરવા માટે કામ કરે છે.

2000 કરોડની મિલકતની માલિક

ઇવાંકા આશરે 2000 કરોડ કરતા વધુ સંપતિની માલિક છે. ફેશન ઉદ્યોગ ઉપરાંત તે પોતાના બિઝનેસમાં પણ મદદરૂપ થાય છે.  આજની તારીખમાં પણ ઇવાંકા પોતાના ફેશન બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી રહી છે.  તેમના ફેશન બ્રાંડમાં જ્વેલરીથી લઇને હેંન્ડબેગ, કપડા સહિત બધુ જ છે. જેમાંથી ઇવાંકાને ઘણી આવક થાય છે.

ઉદ્યોગોમાં મેળવી સફળતા

કહેવાય છે કે મોરના ઇંડા ચિતરવા ના પડે. આ કહેવતને સાર્થક કરતા ઇવાંકાએ ઉદ્યોગ જગતમાં પણ સફળતાના ઝંડા ફરકાવ્યા હતા. એક પછી એક માઇલસ્ટોનના પગલે ઇવાંકાએ પોતાનો અને પોતાના પિતાનો બિઝનેસ આગળ ધપાવ્યો. તેણે 2000 લાખ ડોલરથી વધુની વોશિંગ્ટન ડીસીને ઓલ્ડ પોસ્ટ ઓફિસને લક્ઝરી હોટેલમાં બદલી નંખાવી. જે બાદ ૨,૫૦૦ લાખ ડોલરથી મિયામી સ્થિત ડોલર ગોલ્ફ રિસોર્ટને નવા રંગરૂપ આપ્યા.. ઇવાંકાએ ટ્રમ્પ હોટેલ્સનો પાયો નાંખ્યો. ઉપરાંત ૨૦૧૧માં ઇવાન્કાએ જ  ટ્રમ્પ કલેક્શન અને ઇવાન્કા ટ્રમ્પ ડોટ કોમનો વિચાર રજૂ કર્યો હતો.

બિઝનેસ વુમન તરીકે છોડી છાપ

ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનની વાઇસ પ્રેસિડન્ટ તરીકે ઇવાન્કા ટ્રમ્પે કેટલાય એવા કામ કર્યા છે, જેના કારણે તેમની ઓળખ એક સફળ બિઝનેસ વુમન તરીકે થઇ. ઇવાંકાએ પોતાની સિદ્ધિઓની બદોલત ફોર્ચ્યૂનની યંગ ગ્લોબલ લીડર યાદીમાં સ્થાન મેળવ્યું.  ફોર્ચ્યૂન મેગેઝિનની પ્રતિષ્ઠિત ૪૦ અંડર ૪૦ યાદીમાં ઇવાંકાને સ્થાન અપાયું. આ ઉપરાંત યંગ ગ્લોબલ લીડર તરીકે પણ સન્માનિત કરાયા છે. તાજેતરમાં જ ફોર્બ્સ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં ઇવાન્કા ટ્રમ્પને 42મો ક્રમ મળ્યો છે.

READ ALSO

Related posts

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય,પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

pratik shah

કરફ્યું જાહેર છતાં લોકો નિયમોની કરી રહ્યાં છે ઐસીતૈસી, સીએમે આપી આ ધમકી

Nilesh Jethva

7 દિવસમાં જ રાજ્યને કોરોનામુક્ત કરી દઈશું : 70 છે પોઝિટીવ કેસ, 26 હજાર ક્વોરંટાઈનમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!