GSTV
Crime India News Trending

પત્નીએ કરાવ્યા પતિના બીજા લગ્ન, પછી નવી દુલ્હન સામે મુકી એવી ચોંકાવનારી શરત કે સૌ કોઈ થઈ ગયાં હેરાન

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિના પહેલા પોતાના પતિનાં બીજા લગ્ન કરાવ્યા. લગ્ન પણ સંતાઈને નહતાં કરાવ્યા, પણ ધૂમધામથી કરાવવામાં આવ્યા હતાં. પહેલી પત્ની બારાતી બનીને લગ્નમાં ખૂબ નાચી હતી, પરંતુ બે મહિના પછી એવું થયું કે સૌ કોઈનાં હોશ ઉડી ગયા. બીજી પત્નીને પહેલી વિશે જાણ થઈ. જ્યારે વિરોધ કર્યો તો પહેલી પત્નીએ બીજી પત્નીને 10 લાખ રૂપિયા લઈને એક બાળક પેદા કરવા માટે દબાણ કર્યુ. હવે બીજી પત્નીએ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી છે.

 લગ્ન

બે મહિના પહેલા થયા હતા લગ્ન

ઘટના આગ્રા જિલ્લાની છે. મળતી માહિતી મુજબ, એક મહિલાના ઘણા વર્ષો પહેલા લગ્ન થયા હતા, પરંતુ તેને કોઈ સંતાન નહોતું. ઘણી સારવાર પણ ચાલી. આના પર મહિલાના મનમાં વિચાર આવ્યો કે પતિએ ફરીથી લગ્ન કરી લેવા જોઈએ. તેથી મહિલાએ હાથરસ જિલ્લાની એક યુવતીની શોધી. તેને લગ્ન કરવા માટે તૈયાર કરી, પરંતુ યુવતીને તે નહતું જણાવ્યુ કે આ તેનો જ પતિ છે. બે મહિના પહેલાં જુલાઈમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. પહેલી પત્ની પોતાના પતિની જાનમાં ખૂબ નાચી. દુલ્હન પણ પિહરથી સાસરીમાં આવી ગઈ. ત્યારબાદ પગફેરા માટે તેના પિહર પાછી ગઈ. જ્યાં તેને જાણ થઈ કે તેનો પતિ પહેલાથી પરણિત છે. તેને આ વિશે જણાવવામાં આવ્યુ નહતુ.

લગ્ન

પહેલી પત્ની વિશે જાણ થઈ તો ઉડી ગયાં હોશ!

આ વાતનો મહિલાએ વિરોધ કર્યો હતો. આરોપ છે કે વિરોધ કરવા પર પ્રથમ પત્ની અને તેના કેટલાક પોલીસ સંબંધીઓએ બીજી પત્ની પર દબાણ કરવા દબાણ કર્યુ. કહેવામાં આવ્યુ કે 10 લાખ રૂપિયા લઈને એક બાળક કરી આપ. બીજી પત્નીને જ્યારે આ વાતની જાણ થઈ તો જાણવા મળ્યુ કે, પહેલી પત્નીને બાળક નથી થતાં તેથી આ યોજના બનાવીને લગ્ન કરવામાં આવ્યા હતાં. બીજી પત્નીએ હવે પોલીસમાં ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી છે. પોલીસે મહિલાની ફરિયાદ આધારિત છેતરપિંડી અને અન્ય ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

READ ALSO:

Related posts

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda

નવરાત્રિના પવિત્ર પાર પર IRCTC લાવ્યું શ્રદ્ધાળુઓ માટે સ્પેશલ ઓફર, ફરવું ફ્રી; આ રીતે કરો બુકીંગ

Damini Patel
GSTV