GSTV

પતિનું વેતન વધે તો પત્ની પણ વચગાળાના ભરણપોષણ ભથ્થાની હકદાર: હાઇકોર્ટનો મોટો ચુકાદો

કોર્ટે

Last Updated on February 9, 2021 by Bansari

વૈવાહિક વિવાદના એક કેસમાં પંચકૂલા ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને વચગાળાનું ભરણપોષણનું ભથ્થું 20 હજારથી 28 હજાર કરવાને યોગ્ય ઠેરવતાં હાઇકોર્ટે તેમાં દખલ કરવાથી ઇનકાર કરી દીધો. હાઇકોર્ટે પતિની અરજી ફગાવતા કહ્યું કે પતિનું વેતન વધ્યું હોય તો પત્ની પણ વધેલા વચગાળાના ભરણપોષણના ભથ્થાની હકદાર છે.

કોર્ટ

ફેમિલી કોર્ટે આપ્યો આ ચુકાદો

પંચકૂલા નિવાસી વરુણ જગોટ્ટાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરતાં પંચકૂલા ફેમિલી કોર્ટના પાંચ માર્ગ 2020ના ચુકાદાને પડકાર્યો હતો. અરજદારે જણાવ્યું કે ફેમિલી કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અરજદારનું વેતન 95 હજારથી વધારીને 114000 થઇ ગયું છે જે યોગ્ય નથી. અરજદારે જણાવ્યું કે તમામ કપાત બાદ તેને 92175 રૂપિયા વેતન રૂપે મળે છે અને તેવામાં 28 હજાર વચગાળાનું ભરણપોષણનું ભથ્થુ આપવાનો આદેશ કેવી રીતે આપી શકાય.

કોર્ટ

હાઇકોર્ટે નકારી અરજદારની દલીલો

હાઇકોર્ટે અરજદારની દલીલો નકારતા કહ્યું કે રિવિઝન પિટિશનમાં હાઇકોર્ટના હસ્તક્ષેપની સંભાવના ઘણી ઓછી હોય છે. એવુ ત્યારે થાય છે જ્યારે આદેશ કાયદાની વિરુદ્ધ અથવા પક્ષપાત વાળો હોય. આ મામલે એવુ કંઇ નથી લાગી રહ્યું.

બીજી તરફ જ્યાં પતિના વેતનમાં વધારો થયો છે, ત્યાં બીજી તરફ પત્નિના ઘરના ભાડામાં પણ 1500 રૂપિયાની વૃદ્ધિ થઈ છે. જેમાં ફેમેલી કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા જણાવ્યું કે તમામ તથ્યો પર વિચાર અને મંથન કરવામાં આવ્યું છે, અને આદેશ વિસ્તૃત છે. હાઈકોર્ટે આ અરજીમાં કોઈપણ પ્રકારની રાહત આપવાની મનાઈ ફરમાવતા તેની અરજીને રદ કરી નાખી છે.

Read Also

Related posts

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!