GSTV

આડાસંબંધમાં નડતરરૂપ પતિને પત્નીએ પ્રેમી સાથે મળી આ રીતે મોતને ઘાટ ઉતાર્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વિહાણ ગામે આહીર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુરત ગ્રામ્ય એલસીબીએ હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મૃતક યુવકની પત્નીના આડા સંબંધમાં પત્નીએ પ્રેમિ સાથે મળી યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. થોડાં દિવસ પહેલાં વિહાણ ગામે શેરડીના ખેતરેમાંથી યુવકનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યારી પત્ની, તેના પ્રેમી અને હત્યામાં સાથ આપનાર મજૂરની ધરપકડ

ઘટના સ્થળે પહોંચેલી કામરેજ પોલીસે તપાસ શરૂ કરી હતી. યુવકના માથા અને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. ત્યારે આ અંગે પોલીસ તપાસ કરતા સમગ્ર હકિકત સામે આવી હતી. મૃતક દિલીપ આહિરની પત્ની માલતી અને અરવિંદ પટેલ નામના શખ્સ વચ્ચે પ્રેમ સંબંધ હતા. જે વાતની જાણ દિલીપને થઈ ગઈ હતી. ત્યારે મૃતકની પત્ની માલતી અને અરવિંદ પટેલે ઝાંખલા ગામે એક મજૂરની મદદ મેળવી દિલીપ આહીરનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે પોલીસે ગણતરીના જ કલાકમાં હત્યારી પત્ની, તેના પ્રેમી અને હત્યામાં સાથ આપનાર મજૂરની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!