દિલ્હીની એક કોર્ટે હાલમાં જ એક મહિલાની ભરણપોષણની અરજી સ્વિકાર કરતા કહ્યું કે, પત્ની અલગ થયેલા પતિથી ભરણપોષણની હકદાર છે. ભલે તે એજ ઘરમાં રહેતી હોય.
કોર્ટે આગળ કહ્યું કે, ભારતીય સમાજમાં એક શિક્ષિત મહિલાને નિયમીતનોકરી કરવાની મંજૂરી આપવામાં આવતી નથી, કારણ કે, તેને વૈવાહિક ઘરની જરૂરિયાતોને પુરી કરવાની હોય છે.
અધિક સત્ર ન્યાયાધીશ મૌનિકા સરોહાએ કહ્યું કે, આ અવિશ્સનિય છે કે, તેનો પતિ તેને કોઈ ભરણપોષણ નહીં આપતો અથવા તેની જરૂરિયાતોનું ધ્યાન નથી રાખતો.
કોર્ટે નિચલી અદાલતના એ આદેશ વિરુદ્ધની અપીલ પર કાર્યવાહી કરી રહી હતી, જેમાં એક મહિલાની અરજી રદ કરી દેવામાં આવી હતી અને તેના પતિ પાસેથી ભરણપોષણની માગ કરી હતી.

મહિલાએ પોતાના પતિ પર પ્રતાડનાનો આરોપ લગાવ્યો હતો અને ઘરેલૂ હિંસાથી મહિલાને રક્ષણ આપતો એક્ટની કલમ 12 અંતર્ગત ફરિયાદ નોંધાવામાં આવી હતી. પતિ દ્વારા આરોપોને ફગાવી દેવામાં આવ્યો હતો.કોર્ટે નિચલી અદાલતને અંતરિમ ભરણ પોષણ આપવાનો આધાર માન્યો નહીં. એ જોતા કે, મહિલા પાસે માસ્ટર અને સ્નાતકની ડિગ્રી હતી અને તે ખુદ જાતે કમાઈ શકવા સક્ષમ છે.
આ બિંદૂ પર કોર્ટે અપીલમાં કહ્યું કે…એક આધેડ ઉંમરની મહિલા, ત્રણ બાળકોની માતા, જેને પોતાના પતિ અને સાસરીયાવાળા પર ઘરેલી હિંસાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેના આધાર પર ભરણપોષણથી વંચિત કરી શકાય નહીં, કે તેણે કેટલાય વર્ષો પહેલા બીએ અને બીએડની ડિગ્રી લીધેલી હતી.
કોર્ટે કહ્યું કે, નિચલી અદાલતની આવું માનીને ભૂલ કરી કે પતિ ખર્ચ વહન કરી રહ્યો હતો કારણ કે, તે એક વૈવાહિક ઘરમાં રહેતી હતી.

ન્યાયાધીશે પ્રકાશ પાડ્યો કે, આ આપણા સમાજમાં કેટલાય ઘરોમાં એક પરિદ્રશ્ય છે. જ્યાં ઘરેલૂ હિંસાનો શિકાર માળખાગત જરૂરિયાતોથી વંચિત કરવામાં આવે છે અને તેને પોતાની દૈનિક જરૂરિયાતોને પુરી કરવા માટે એક રૂપિયો પણ આપવામાં આવતો નથી, ભલે તે એક જ ઘરમાં રહેતી હોય.
આ રેકોર્ડમાં આવ્યું છે કે, ટ્રાયલ કોર્ટના આદેશ એવા સમયે આવ્યો હતો કે, જ્યારે મહિલા સાસરિયામાં રહે છે. હવે તે વિપરીત, જ્યારે તે પોતાના માતા-પિતાની સાથે રહેચતી હતી. ભાડા અથવા વિજળી અને પાણીની બોટલોની ચુકવણી કરવા માટે કોઈ દાયિત્વ નહોતું.
કોર્ટે કહ્યું કે, ફક્ત એટલા માટે પતિ બાળકોનું શિક્ષણ, ભોજન વગેરેનું ધ્યાન રાખી રહ્યો હતો. એવું અનુમાન લગાવી શકાય નહીં કે, તેને પોતાની પત્નીનું ભરણપોષણ કરવું જોઈએ.
READ ALSO
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન