GSTV
Dwarka Trending ગુજરાત

દ્રારકામાં પતિને પત્નીએ ધોકાવી નાખ્યો, લોહીલુહાણ કરી નાખતાં હોસ્પિટલમાં દાખલ

પતિ

દ્વારકામાં જાણે ઉલટી ગંગા વહી હોય તેમ પત્ની દ્વારા પતિને બેફામ માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, દ્વારકાના ભથાણ ચોક વિસ્તારમાં એક ટોકીઝ પાસે રહેતા જીતેન્દ્રભાઈ ભાણજીભાઈ પરમાર નામના 27 વર્ષના યુવાનના પત્ની ઉર્મિલાબેન (ઉ. વ. 25) પોતાનો મોટો દીકરો રડતો હતો, તેમ છતાં પણ તેને માર મારતી હતી. જેથી ઉર્મિલાબેનને જીતેન્દ્રભાઈએ દીકરાને નહીં મારવા માટે કહ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈને તેમના પત્નિ ઉર્મિલાબેને પોતાના પતિને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી.

ફોટા

આ દરમિયાન ઉર્મિલાબેન હાથમાં કપડાં ધોવાનો ધોકો આવી જતા તેણીએ જીતેન્દ્રભાઈને આ લાકડાનો ધોકો ફટકારી દેતાં તેમને માથામાં ટાકા આવતાં લોહીલુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે પતિની ફરિયાદ પરથી પત્ની સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું

GSTV Web Desk
GSTV