રાજધાની દિલ્હીમાં એક વ્યક્તિને તેની પત્નીને વધુ ખર્ચ કરવા પર ટોકવું ભારે પડી ગયુ. પત્નીએ વાઇપરથી મારી-મારીને પતિને અધમૂવો કરી નાંખ્યો હતો. પતિને માર માર્યો હતો. પીડિત પતિએ કોઈક રીતે ઘરેથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

વાસ્તવમાં, દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તેની પત્નીને વધુ પૈસા ખર્ચ કરવા પર ટોકી હતી અને તેને ખર્ચ ઘટાડવાની સલાહ આપી હતી. પત્નીને આ વાત હજમ થઈ નહી અને તે ગુસ્સાથી લાલ થઈ ગઈ. આ પછી ગુસ્સે ભરાયેલી પત્નીએ તેના પતિને રૂમમા દોડાવી-દોડાવીને માર માર્યો હતો.
પતિની ખરાબ હાલત જોઈને પડોશીઓએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પીડિતને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે, સારવાર બાદ આ વ્યક્તિને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં પતિના નિવેદન પર તેની પત્ની વિરુદ્ધ મારપીટનો કેસ નોંધ્યો છે અને આ કેસની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત તેની પત્ની સાથે ત્રિલોકપુરી વિસ્તારમાં રહે છે અને તેના બે બાળકો છે. પીડિત પતિનો પોતાનો વ્યવસાય હતો જે લોકડાઉનને કારણે બરબાદ થઈ ગયો હતો. આર્થિક સમસ્યાને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, જો પીડિતની પત્નીએ તેની પાસે પૈસા માંગ્યા હતા, તો તેણે પૈસા ન હોવા અને મિત્ર પાસેથી લોન લાવવાની વાત કરી હતી. આ જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેણે દરવાજો બંધ કરી દીધો અને પતિને ખરાબ રીતે માર મારવાનું શરૂ કરી દીધું હતુ.
READ ALSO
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા
- ‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે
- બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ