GSTV
Ahmedabad Ajab Gajab ગુજરાત

ગર્લફ્રેન્ડ સાથે ‘મર્દાની-2’ જોવા ગયેલા પતિ માટે પત્ની બની અસલી ‘મર્દાની’, એટલો ધોયો કે હાડકા ખોખરા કરી નાખ્યા

ગુજરાતના અમદાવાદ સ્થિત એક સિનેમા હોલમાં એવો નજારો જોવા મળ્યો કે એક પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા ગયો અને તેજ સમયે તેની પત્નીએ તેને રંગે હાથ પકડી લીધો. પછી જે થયું તે સિનેમા હોલમાં બેઠેલા લોકોએ અને પોલીસે પણ જોઈ લીધું.  

હકીકતે આ બધુ અમદાવાદના એક સિનેમા હોલમાં થયું જ્યારે પત્ની પોતાના પતિને બીજી મહિલા સાથે રોમાન્સ કરતા જોઈ ગઈ. ત્યાર બાદ ગુસ્સામાં પત્ની પોતાના પતિને કોર્નર સીટથી ઢસળતા થિયેટરની બહાર લઈ ગઈ.  

બહાર લઈ જઈને પહેલા તો પત્નીએ પતિની ખૂબ પિટાઈ કરી. તે સમયે જ્યારે બીજી મહિલાએ તેને મારવાથી રોકી તો પત્નીએ તેને પણ ખૂબ માર માર્યો. ત્યાર બાદ પત્નીએ પોલીસને બોલાવી.

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પહેલા તો ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ પરંતુ થોડા સમય બાદ ત્રણેયને સમજાવીને ઘરે મોકલી દીધા. ત્યાર બાદ પોલીસે સંપૂર્ણ વિગત કહી.

પોલીસે જણાવી સંપૂર્ણ કહાણી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવરંગપુરા પોલીસે જણાવ્યું કે પત્નીને તેની એક મિત્રએ જાણકારી આપી હતી કે તેનો પતિ બીજી મહિલા સાથે ફિલ્મ જોઈ રહ્યો છે. ત્યાર બાદ તે સીધી થિએટર પહોંચી ગઈ.

કોર્નરની બે ટિકિટ

પતિએ કોર્નરની બે ટિકિટ લીધી અને તે અને તેની ગર્લફ્રેન્ડ ત્યાં જઈને બેસી ગયા. પરંતુ બન્નેને ખબર ન હતી કે આગળ શું થવાનું છે. પત્નીના કોઈ મિત્રએ જઈને તેને કહી દીધું કે તેનો પતિ સિનેમાહોલમાં બીજી મહિલા સાથે છે.

થિએટરમાં જબરદસ્તી ઘુસી મહિલા

પોલીસે જણાવ્યું કે પત્ની થિએટરમાં પહોંચી ગઈ અને અંદર જબરદસ્તી ઘુસી ગઈ. તેણે આજુબાજુ જોયા વગર પતિને ઢસેડીને લાવી અને ત્યાર બાદ તેના ખૂબ ધોલાઈ કરી નાખી.

Read Also

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV