GSTV

અત્યાચાર: અડધી રાતે ગંદા વીડિયો બતાવી પત્ની પર તૂટી પડતો હતો પતિ, કંટાળેલી પત્ની બોલી હવે સાથે નહીં રહેવાય

Last Updated on May 28, 2021 by Pravin Makwana

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતાએ જણાવ્યુ છે કે, તેનો પતિ રાતે અશ્લીલ વીડિયો બતાવીને અપ્રાકૃતિક રીતે દુષ્કર્મ આચરતો હતો. વિરોધ કરે તો ઢોરમાર મારતો હતો. ત્યારે હવે મહિલાએ એડીજી પાસે મદદ માગી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, સાસરિયાવાળા પણ ત્રાસ આપે છે. આવા સમયે હું તેમની સાથે રહી શકુ નહીં. આપને જણાવી દઈએ કે, બે વર્ષ પહેલા આ મહિલાના લગ્ન મહુના રહેવાસી યુવક સાથે થયા હતા. પરિવાર સાથે તે ગાઝિયાબાદમા રહેતી અને ત્યાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો.

મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યુ હતું કે, તેનો પતિ નશાનો આદિ હતો. રાતે નશાની હાલતમાં ઘરે આવી તેને શારીરિક રીતે પ્રતાડિત કરતો હતો. વાંધાજનક વીડિયો બતાવીને યૌન હિંસા કરતો હતો. ફરિયાદ કરે તો મારતો હતો.

થોડા દિવસ બાદ ખબર પડી કે, તેના પતિને કલકતામાં રહેતી એક યુવતી સાથે સંબંધ છે. તેની જાણકારી તેણે સાસુ સસરાને આપી તો દિકરા સાથે મળીને તે લોકો પણ ત્રાસ આપવા લાગ્યા, ત્યાર બાદ મહિલા પિયરમાં જતી રહી.

આ બાબતને લઈને પીડિતાએ ગુરૂવારે એડીજી પાસે ફરિયાદ લઈને પહોંચી હતી. જેના પર એડીજીએ વિશ્વાસ અપાવ્યો છે કે, આ મામલે આગલ ચોક્કસથી કાર્યવાહી કરી ન્યાય અપાવશે.

READ ALSO

Related posts

Bank Holidays/ જલ્દી પતાવી લો બેન્ક સાથે જોડાયેલ કામ, ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક

Damini Patel

સંવિધાન દિવસ પર PM મોદીનું ભાષણ/ જે પક્ષો પોતે જ લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે, તે લોકતંત્રનું રક્ષણ કેવી રીતે કરી શકે છે

Pravin Makwana

હેલ્થ ટિપ્સ/ જો તમને આ બીમારી હોય તો ભૂલથી પણ ના કરતા જીરાના પાણીનું સેવન, ખરાબ થઇ જશે હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!