GSTV

શહીદ મેજરના પત્નીએ કહ્યું તેમના માટે હું પોતે આર્મીમાં જઈ રહી છું, આ દિવસે તાલીમ થશે પૂર્ણ

પુલવામા હુમલા બાદ પુરા દેશમાં સૈન્ય પ્રત્યે માન અને સન્માનની લાગણી જોવા મળે છે. શહિદોની અંતિમ વિધી દરમિયાન અનેક ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા. ત્યારબાદ અનેક સૈન્ય સંતાનોએ સેનામાં ભરતી થઈને પોતાનાં શહિદ પિતાનો બદલો લોવાની વાત કહિ. મહારાષ્ટ્રનાં વિરારમાં રહેતા ગૌરી મહાડિકે ડિફેન્સ પરિક્ષા પાસ કરીને સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. શહિદની પત્નિનું કહેવું છે કે, મારા તરફથી પતિને આ સાચી શ્રદ્ધાંજલી હશે.

શહિદ મેજર પ્રસાદ મહાડિકની 32 વર્ષિય પત્નિ ગૌરી મહાડિક નજીકનાં સમયમાં ભારતીય સૈન્યમાં ભરતી થશે. પોતાનાં શહિદ પત્નિને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે આ પગલું ભર્યું છે. મેજર મહાડિક વર્ષ 2017નાં ડિસેમ્બર મહિનામાં ઇન્ડો-ચાઈના બોર્ડર સ્થિત તવાંગમાં શહિદ થયા છે.

>https://hindi.news18.com/news/nation/widow-of-major-prasad-mahadik-gauri-mahadik-to-join-army-onm-1703261.html

ઓફિસર ટ્રેનિંગ એકેડમી ચેન્નઈમાં તાલીમ પુર્ણ થયા બાદ ગૌરી લેફ્ટનન્ટ તરીકે સૈન્યમાં શામેલ થશે. ગોરી મહાડિકે જણાંવ્યું છે કે, નોન-ટેક્નિકલ કેડરમાં મને લેફ્ટનન્ટની પોસ્ટ પર નિયુક્ત કરાશે.

SSB પરિક્ષા રક્ષાકર્મીઓની વિધવાઓ માટે યોજાઈ હતી. બેંગ્લોર,ભોપાલ અને ઇલાહાબદમાં 16 ઉમેદવારોએ પરિક્ષા પાસ કરી હતી. એપ્રિલ 2019થી ગૌરીની 49 સપ્તાહની તાલીમ શરૂ થશે. ત્યારબાદ તે માર્ચ 2020માં સેનામાં સામેલ થશે.

વર્ષ 2015માં ગૌરીએ પ્રસાદ મહાડિક સાથે લગ્ન કર્યા હતાં. જે મહારાષ્ટ્રનાં વિરારમાં પોતાનાં સાસરામાં રહે છે. પોતાનાં પતિ શહિદ થયા પછી ગૌરીએ સેનામાં ભરતી થવા માટે પરિક્ષાની તૈયારી કરી હતી. આ માટે તેણે વર્લીનાં એક લો ફર્મની નોકરી પણ છોડી દિધી હતી. ગૌરીએ કંપની સેક્રેટરીની પરિક્ષા પાસ કરી છે.

ગૌરીએ જણાંવ્યું કે માર્ચ 2012માં ચેન્નઈમાં OTAમાં તાલીમ પુર્ણ કર્યા પછી પ્રસાદ મહાડિક ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતાં. પ્રસાદ બિહાર રેજીમેન્ટની સાતમી બટાલિયનનાં સૌથી શ્રેષ્ઠ અધિકારીઓ પૈકીનાં એક હતાં.

પતિનાં શહિદ થયા બાદ ડિફેન્સ સર્વિસની પરિક્ષા પાસ કર્યાની જાણકારી ગૌરી મહાડિકે પોતાની ફેસબુક પોસ્ટમાં આપી હતી. ગૌરી એ જણાંવ્યું છે કે, હું અને પ્રસાદ 22 ફેબ્રુઆરી 2014નાં રોજ મિત્ર બન્યા હતાં. ઠિક પાંચ વર્ષ પછી મને તમારી મૈત્રીનો અનુભવ થયો. સંયોગ એક વખત થાય પરંતુ આપણા માટે બે વખત સંયોગ થયો. મને પણ તે જ ચેસ્ટ નંબર-*28 મળ્યો અને તમામ ઇન્ટરવ્યૂમાં 45(9) પ્લસ માર્ક્સ મળ્યાં. તમારી જન્મ તારીખ મારા માટે મહત્વપૂર્ણ છે. બિહાર રેજીમેન્ટની સાતમી બટાલિયનનાં મેજર પ્રસાદ મહાડિકની પત્નિ તરીકે ઓળખાવું એ મારા માટે ગૌરવની વાત છે. માર્ચ 2020માં હું લેફ્ટનન્ટ ગૌરી પ્રસાદ મહાડિક તરીકે ઓળખાઈશ.

READ ALSO

Related posts

Corona: BJPનું એલાન! પાર્ટીના સાંસદો 1 કરોડ-ધારાસભ્યો 1 મહિનાનું વેતન કરશે દાન

Arohi

ભારતની આ જાંબાજ મહિલા જેણે ડિલવરીના એક દિવસ પહેલા બનાવી કોરોના સામે લડવા કિટ

Nilesh Jethva

વુહાનથી પરત ફરેલા કાશ્મીરી વિદ્યાર્થી સાથે પીએમ મોદીએ કરી વાત, કહ્યું લોકડાઉન…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!