GSTV
Cricket Sports Trending

પોતાની 92મી ટેસ્ટ મેચમાં ઈશાંત શર્માંએ પહેલીવાર આ શાનદાર રેકોર્ડ બનાવ્યો

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે જસપ્રીત બુમરાહ અને હનુમા વિહારીનો દબદબો હતો. બુમરાહની બોલિંગ સામે, ભારતના બાકીના બોલરો છેલ્લા દિવસે કંઇક ખાસ કરી શક્યા નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી બોલર ઇશાંત શર્માએ ગઈકાલે ફરીથી તેનું નામ ઇતિહાસમાં નોંધાવી લીધુ હતુ. હા ગઈ કાલે ઇશાંત બોલ સાથે ખાસ કંઈ કરી શક્યો ન હતો પરંતુ તેણે બેટ વડે મહત્વપૂર્ણ અર્ધસદી ફટકારી હતી.

ઇશાંત શર્માએ તેની 92 મી ટેસ્ટ મેચમાં પ્રથમ ટેસ્ટ અડધી સદી પૂર્ણ કરી. પાછલા દિવસે કિંગ્સ્ટનમાં રમાયેલી આ મેચમાં ઇશાંત શર્માએ મુશ્કેલ સમયમાં હનુમા વિહારી સાથે 112 રનની નિર્ણાયક ભાગીદારી કરી હતી અને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી.

તેણે તેની ટેસ્ટ કારકિર્દીની 126 મી ઇનિંગ્સમાં પ્રથમ અર્ધસદી પૂર્ણ કરી. જે ટેસ્ટ કારકિર્દીમાં અડધી સદી પૂર્ણ કરવા માટેનો બીજો સૌથી ધીમો રેકોર્ડ છે. હાલમાં પણ આ યાદીમાં ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન સૌથી આગળ છે. જેમણે 131 ઇનિંગ્સમાં પોતાની પ્રથમ ટેસ્ટ અડધી સદી ફટકારી હતી.

જો કે ઇશાંત ભારત તરફથી આટલી બધી ટેસ્ટ રમ્યા બાદ અર્ધસદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલા મહત્તમ ટેસ્ટ બાદ અડધી સદી બનાવવાનો રેકોર્ડ બિશનસિંહ બેદીના નામે હતો. જેમણે 71 મી ઇનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ અર્ધસદી પૂર્ણ કરી હતી પરંતુ હવે ઇશાંત શર્મા 126 મી ઇનિંગમાં પોતાની અડધી સદી પૂરી કર્યા પછી આગળ રહ્યોં છે.

ઇશાંતે રમાયેલી આ શાનદાર ઇનિંગમાં 80 બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે કુલ 57 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન તેણે હનુમા વિહારીને પણ સાથ આપ્યો જેણે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી પૂરી કરી હતી અને આ સહાયથી ભારતે 416 રન બનાવ્યા હતા.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV