GSTV
Home » News » WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

શાકીબ અલ હસન (124 *) અને લિટન દાસ (94 *) ની શ્રેષ્ઠ ઈનિંગના બદલે બાંગ્લાદેશને સોમવારે વર્લ્ડ કપના 23માં મુકાબલા માં વેસ્ટઇન્ડીઝને સાત વિકેટથી કરારી હાર આપી છે. બન્ને બેટ્સમેન વચ્ચે ત્રીજા વિકેટ માટે 189 રનની અર્ણનમ ભાગીદારી નોંધાઈ હતી. આ વિજય સાથે જ બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો છે. વિશ્વ કપમાં પહેલી વખત બાંગ્લાદેશે વેસ્ટિંડિઝને હરાવ્યું છે.

ટૉન્ટનમાં રમાઈ આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝે શાઇ હોપ (96), એવિન લુઈસ (70) અને શિમરોન હેટમેયર (50)રનના દમ પર નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 321 રન બનાવ્યા હતા. જ્યારે તેના જવાબમાં બાંગ્લાદેશે 51 બોલ બાકી રહેતા આ મકાબલો પોતાના નામે કરી લીધો હતો.શાહીબે 16 ચોગ્ગાની મદદથી 99 બોલમાં 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 33.6 ઓવરમાં ચાર ચોગ્ગા સાથે સદી ફટકારી હતી.

આ એક-દિવસીય કારકિર્દીનો નવમી સદી છે, જ્યારે વર્તમાન વર્લ્ડ કપમાં તેની બીજી સદી છે. શાકિબ આ પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 121 રનની ઈનિંગ રમી હતી.જ્યારે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમના શાઈ હોપ (96), એવિન લુઈસ (70) તથા શિમરોન હેટમેયર (50)રનની ઈનિંગ રમ્યા હતા. 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 321 રનની મદદ કરી હતી. એક સમયે લાગતુ હતુ કે જ્યારેવેસ્ટ ઈન્ડિઝની ટીમ 350 રન સુધી પહોંચી શકે તેમ હતું. પરંતુ છેલ્લી ઓવરોમાં ટીમ રમી શકી નહી.

બાંગ્લાદેશ: તામીમ ઈકબાલ, સૌમ્યા સરકાર, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લા, લિટન દાસ, મોસાદેક હુસૈન, મહેદી હસન મિરાજ, મોહમ્મદ સૈફુદ્દીન, મશરફે મોર્તઝા (કેપ્ટન) મુસ્તફિઝુર રહેમાન

વેસ્ટ ઈન્ડિઝ: ક્રિસ ગેઈલ, એવલીન લુઈસ, શાઈ હોપ (વિકેટકીપર), ડેરેન બ્રાવો, નિકોલસ પુરન, શિમરોન હેટમેયર, આન્દ્રે રસેલ, જેસન હોલ્ડર (કેપ્ટન), શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ, શૈનન ગેબ્રિયલ

READ ALSO

Related posts

ગ્લવ્સ હાથમાં આવતાં જ ખતરનાક બન્યો રાહુલ, પરસેવો છૂટી ગયો ઋષભ પંતનો

NIsha Patel

છેલ્લી તક! LICની આ પોલીસીમાં 9 રૂપિયા ખર્ચીને મેળવો લાખો રૂપિયા, થશે બમણો ફાયદો

Bansari

ખુશખબરી! રીટાયરમેન્ટ સમયે PFના પૈસા બે ગણા મળશે, અપનાવો આ સરળ રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!