GSTV
Home » News » ‘યો યો ટેસ્ટ’માં ફેલ થવાને કારણે ટીમમાં જગ્યા ન બનાવી શક્યા યુવરાજ અને રૈના

‘યો યો ટેસ્ટ’માં ફેલ થવાને કારણે ટીમમાં જગ્યા ન બનાવી શક્યા યુવરાજ અને રૈના

શ્રીલંકા વિરુદ્ઘ શરૂ થઇ રહેલી સીમિત ઑવરોની સીરિઝમાં સ્ટાઇલિશ બેટ્સમેન યુવરાજ સિંહ અને સુરેશ રૈના ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યા નથી. તેની પાછળનું મુખ્ય કારણે બંને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)માં ‘યો યો’ પરીક્ષણ (એક ખાસ પ્રકારનો ફિટનેસ ટેસ્ટ)માં અસફળ રહ્યા હતાં. ભારતીય ટીમ નિયમિત અને કેટલાક પ્રકારના ફિટનેસ ટેસ્ટથી પસાર થવાનું હોય છે અને તેમાં ‘યો યો’ ટેસ્ટ સૌથી મહત્વપૂર્ણ હોય છે.

વર્તમાન ભારતીય ટીમ અત્યાર સુધીની સૌથી ફિટ ટીમ માનવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર વર્તમાન ટીમ માટે ‘યો યો’ સ્કોર 19.5 અથવા તેનાથી વધુ સ્વીકાર્ય માનવામાં આવે છે. ભારતના સૌથી ફિટ ક્રિકેટર કેપ્ટન વિટાર કોહલી આ ટેસ્ટમાં 21 સ્કોર બનાવી લે છે. જ્યારે યુવરાજ અને રૈનાએ આ ટેસ્ટમાં 19.5થી પણ ઓછો સ્કોર કર્યો. યુવરાજ માત્ર 16નો સ્કોર બનાવી શક્યો, જે ટીમને બહાર હોવાનું મુખ્ય કારણ છે.

BCCIના એક અધિકારીએ જણાવ્યુ કે, ”વર્તમાન થિંક ટેંક, કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને સિલેક્શન કમિશનના અધ્યક્ષ એમ.એસ.કે પ્રસાદે કહ્યુ છે કે ફિટનેસના સ્તર પર કોઇ બાંધછોડ કરવામાં આવશે નહી. ઑસ્ટ્રેલિયાઇ ક્રિકેટર સરેરાશ ‘યો યો’ ટેસ્ટમાં 21 સ્કોર કરી લે છે. અહીંયા વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મનીષ પાંડે સતત આ સ્કોર બનાવી રહ્યા છે, જ્યારે અન્ય 19.5 અને તેનાથી વધારે સ્કોર બનાવે છે.”

‘યો યો ટેસ્ટ’માં અનેક ‘કોન’ની મદદથી 20 મીટરના અંતર પર બે લાઇન બનાવવામાં આવે છે. એક ખેલાડી લાઇનની પાછળ પોતાનો પગ રાખીને દોડવાની શરૂઆત કરે છે. ખેલાડી વારંવાર બે લાઇનો વચ્ચે જ્યારે દોડે છે અને જ્યારે બીપ વાગે છે ત્યારે તેને ટર્ન લેવાનો હોય છે. દર એક મિનિટે ઝડપ વધતી જાય છે.જો ખેલાડી સમયસર લાઇન પર ના પહોંચી શકે તો વધુ 2 ‘બીપ’ હેઠળ ઝડપ રાખવી પડે છે. જો ખેલાડી બન્ને લાઇન પર સમયસર ઝડપ મેળવી શકતો નથી તો ટેસ્ટ રોકવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સોફ્ટવેર પર આધારિત છે. જેમાં પરીણામ રેકોર્ડ કરવામાં આવે છે.

 

Related posts

ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 337 રનને લક્ષ્યાંક આપ્યો, રોહિત શર્માની શાનદાર સદી

Path Shah

અહો આશ્ચર્યમ! પાક. ક્રિકેટ ટીમનાં કેપ્ટનનાં મામા ભારતની જીત માટે કરે છે દુઆ

Riyaz Parmar

IND vs PAK WC 2019: વરસાદ બન્યો વિલન, ભારતનો સ્કોર 305/4

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!