GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

શું તમે પણ રાત્રિના સમયે વાળને ધોવો છો? ચેતજો થઈ શકે છે આ સમસ્યાઓ

ઘણી મહિલાઓને સવાર-સવારમાં વાળ ધોવાનું પસંદ હોતું નથી, સવારે વાળ ન ધોવા પડે એટલાં માટે તે રાત્રે જ વાળ ધોઈ નાખે છે. પરંતુ તમને જાણીને કદાચ દંગ રહી જશો કે, રાત્રે વાળ ધોવાથી વાળને ઘણું નુકસાન પહોંચે છે. ચાલો જાણીએ કેવી રીતે.

વાળ વધારે તૂટે છે

રાત્રે વાળને ધોવાથી વાળ અને મૂળ બંને નબળા પડી જાય છે. અને ભીના વાળ સાથે સુવાથી તે વધારે તુટે છે. જ્યારે વાળ ભીના હોય છે. ત્યારે વાળનાં ક્યૂટિકલ વધારે ઉપર આવે છે જેને કારણે વાળ વધારે તુટે છે.

વાળનું ટેક્સચર ખરાબ થાય છે

રાત્રે વાળ ધોઈને તમે ભીના વાળ સાથે જ સુઈ જાવ છો તો તે અલગ-અલગ આકાર લઈ લે છે. સવારે ઉઠો ત્યારે તમારા વાળનું ટેક્સચર ખરાબ મળશે.

ગુંચાઈ જાય છે વાળ

ઘણી મહિલાઓ રાત્રે વાળ ધોયા બાદ કાંસકાથી તેની ગૂંચ કાઢતી નથી, જેને કારણે વાળમાં ગાંઠ પડી જાય છે. અને કોરા થયા બાદ વાળ વધારે ગુંચાઈ જાય છે. તેને ખેંચી-ખેંચીને ઓળવાથી વાળ તૂટવા લાગે છે.

સંક્રમણનો ખતરો

ભીના વાળ સાથે સુવાને કારણે ફંગસ, ખોડો, વાળ તૂટવા અને સંક્રમણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ભીના વાળને કારણે ભેજને કારણે ફંગસ ગ્રોથ તેજીથી થાય છે.

એલર્જી થઈ શકે છે.

રાત્રે વાળ ધોવાને કારણે શરદી અથવા એલર્જી થઈ શકે છે. તેને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. વધારે સમય સુધી વાળ ભીના રહેવાના કારણે તેમાં ધૂળ ચોંટવાથી એલર્જીનો ખતરો વધી જાય છે. જો તમારે રાત્રે વાળ ધોવા જ હોય તો તેના સુકાયા બાદ જ સુવુ જોઈએ.

READ ALSO

Related posts

પેટાચૂંટણીની 8 બેઠકો કોંગ્રેસ જીતશે : અહીંથી ભાજપના થશે વળતાં પાણી, જનતાના આશીર્વાદથી વિરોધપક્ષ થયો મજબૂત

pratik shah

સુશાંતના નામે રિયાની પોસ્ટ, તને ગુમાવ્યાને 30 દિવસ થયા, જીવનભર કરીશ પ્રેમ

Mansi Patel

રેખાને થવું પડ્યું હોમ ક્વોરન્ટાઈન, બંગલો પણ થયો સીલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!