GSTV

જાતીય જીવન/ સંભોગમાં મહિલાઓનો રસ ઓછો થવા પાછળ આ એક કારણ છે જવાબદાર

મહિલાઓ

Last Updated on May 15, 2021 by Bansari

ઘણી મહિલાઓમાં ઉંમરની સાથે સાથે સંભોગમાં રસ ઓછો થવા લાગે છે. મહિલાઓની યૌન ઇચ્છામાં થિ રહેલા બદલાવમાં તાજેતરમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યુ. આ સ્ટડી સ્કોટ્સડેલના રિસર્ચર્સે કરી છે. સ્ટડીના લેખક અને મેયો ક્લિનિકમાં મેડિસિનના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર જુલિયાના ક્લિંગે રિસર્ચમાં અનેક મહત્વની જાણકારી આપી છે.

ડોક્ટર ક્લિંગે મહિલાઓની યૌન ઇચ્છાને સારી ઉંઘ સાથે જોડવામાં આવી છે. નવી સ્ટડી અનુસાર, વધતી ઉંમરમાં સારી ઉઁઘ લેવી યૌન ઇચ્છા વધારવાનો સૌથી કારગર ઉપચાર છે. રિસર્ચર્સને જાણવા મળ્યું કે જે મહિલાઓ સારી ઉંઘ નથી લેતી, તેમાં યૌન સમસ્યાઓ થવાની સંભાવના બમણી હતી. જેમ કે યૌન ઇચ્છા અથવા ઉત્તજેનામાં ઉણપ.

મહિલાઓ

સ્ટડી 53 વર્ષની ઉંમરની 3400થી વધુ મહિલાઓ પર કરવામાં આવી

આ સ્ટડી 53 વર્ષની ઉંમરની 3400થી વધુ મહિલાઓ પર કરવામાં આવી હતી. તેમાંથી 75 ટકા મહિલાઓની સુવાની આદત સારી ન હતી જ્યારે 54 ટકા મહિલાઓમાં કોઇને કોઇ યૌન સમસ્યા જોવા મળી.

અધ્યયનમાં, મહિલાઓને તેમના યૌન જીવન વિશે ઘણી વસ્તુઓ પૂછવામાં આવી હતી. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ સારી ઉંઘ નથી લેતી, તેમની જાતીય ઈચ્છાનો અભાવ હોય છે. સંશોધકોએ ઉંઘ અને સંભોગને અસર કરવા માટે, મેનોપોઝની સ્થિતિ જેવા અન્ય કારણો વિશે પણ જાણ્યું.

આ અભ્યાસ સાથે સંકળાયેલી મહિલાઓ, જેઓ રાત્રે પાંચ કલાકથી ઓછી ઉંઘ લે છે તેમને જાતીય સમસ્યાઓ થવાની સંભાવના વધારે હોય છે. ડોક્ટર ક્લિંગે કહ્યું, સેક્સુઅલ ડિસ્ફંક્શન એ જાતીય સમસ્યાનો એક પ્રકાર છે જે નિંદ્રા સાથે સંબંધિત છે. આને કારણે જાતીય ઇચ્છા, ઉત્તેજનાનો અભાવ અને ગુપ્ત ભાગોમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.

મહિલાઓ

સારી ઉંઘ ન લેવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે

ડોક્ટર ક્લિંગે કહ્યું, ‘સારી ઉંઘ ન લેવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે અને પછીથી તે થાક અને જાતીય સમસ્યાઓમાં ફેરવાય છે. સારી નિંદ્રા મેળવીને, તમારી સેક્સ લાઇફ પણ સારી રહે છે.

જો તમને ઉંઘને લગતી કોઈ સમસ્યા લાગે તો તમારા ડોક્ટરનો સંપર્ક કરો. સારા સ્વાસ્થ્ય માટે સારી ઉંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિતપણે સૂવાનું રૂટીન બનાવવુ યૌન જીવનને સુધારવામાં પણ મદદ કરે છે.

ડોક્ટર ક્લિંગ કહે છે કે સારી ઉંઘ માટે, તમે ઓછામાં ઓછું કેફીન પીવો એ મહત્વનું છે. બપોર પછી કોફી પીવાનું બંધ કરો. સુતા પછી ફોન અને કમ્પ્યુટરનો બિલકુલ ઉપયોગ ન કરો અને નિયમિત સમયે સૂવાની ટેવ પાડો.

Read Also

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!