ખૂબસુરતીમાં દિપિકા-ઐશ્વર્યા પણ પાણી ભરે એવી છે આ મિસ યુનિવર્સની પહેલી ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ

મિસ યુનિવર્સના ગત 66 વર્ષના ઇતિહાસમાં આ વર્ષ એટલે કે 2018નું વર્ષ ઇતિહાસના ચોપડે નોંધાઇ ચુક્યું છે. તેની પાછળનું કારણ છે સ્પેનની એન્જેલા પૉસ. એવું એટલા માટે કારણ કે તે આ પેંજેંટનો હિસ્સો બનનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર કેંડિડેટ રહી. તે ટૉપ-20માં તો સામેલ ન થઇ શકી પરંતુ તેની એન્ટ્રીએ દુનિયાભરમાં સનસની મચાવી દીધી છે.

આ પેંજેચમાં એન્જેલાની એન્ટ્રી એક નિયમ બદલાતા શક્ય બની છે.

હકીકતમાં વર્ષ 2012માં આ પોલીસીને પરત લેવામાં આવી હતી કે કંટેસ્ટન્ટને પ્રાકૃતિકરૂપે જન્મી મહિલા જ હોવી જોઇએ.

આ પોલીસી બદલાયા બાદ એન્જેલા એવી પહેલી ટ્રાન્સજેન્ડર બની જે આ પેંજેટનો હિસ્સો બની.

પોતાના સફર વિશે જણાવતાં 27 વર્ષીય એન્જેલાએ જણાવ્યું કે, સમાજમાં પક્ષપાતનો સામનો કોણે નથી કરવો પડતો? કોણ છે જેણે આ અનુભવનો સામનો નથી કર્યો?

એન્જેલાએ જણાવ્યું કે, હું હંમેશા કહું છું કે ફક્ત વજાઇના હોવાથી મહિલા નથી હોતી, હું એક મહિલા છું. જન્મ પહેલાંથી જ કારણ કે તે મારી ઓળખ છે.

જણાવી દઇએ કે એન્જેલા સ્પેનના એક એવા ફોઉન્ડેશન સાથે કામ કરે છે જે ટ્રાન્સજેંડર હોવા સાથે સંબંધિત અંધવિશ્વાસો સામે ઝઝૂમી રહેલા બાળકોની મદદ કરે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter