GSTV
Home » News » ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ બ્લૂ જ શા માટે? દેશના ત્રિરંગામાં છુપાયું છે રહસ્ય

ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ બ્લૂ જ શા માટે? દેશના ત્રિરંગામાં છુપાયું છે રહસ્ય

team India jersey launched

ભારતીય ટીમની વર્લ્ડ કપ 2019ની જર્સી શુક્રવારે લૉન્ચ કરવામાં આવી અને આ અવસરે પૂર્વ કેપ્ટન એમએસ દોની, વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી, ટેસ્ટ વાઇસ કેપ્ટન આજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન પૃથ્વી શૉ પણ હાજર રહ્યાં હતાં. ટીમ ઇન્ડિયાની જર્સી ખૂબ જ ખાસ અને સ્ટાઇલિશ છે.

પરંતુ શું તમે જાણો છો કે ટીમ ઇન્ડિયાની જર્સીનો કલર બ્લૂ જ શા માટે હોય છે? ગત 44 વર્ષોથી ‘મેન ઇન બ્લૂ’ની આ જર્સીની ડિઝાઇન, પેટર્ન, મટીરિયલ અને ઘણું બધુ અનેક વાર બદલાયું પરંતુ તેનો કલર બ્લૂ જ રહ્યો.

ટીમ ઇન્ડિયાની જર્સીને દેશની શાન ત્રિરંગામાં રહેલા ત્રણ રંગોમાંથી એક રંગમાં રંગી શકાય તેમ હતી પરંતુ કેટલાંક કારણોસર બ્લૂ કલરને વધુ ઉમદા સમજવામાં આવ્યો.

હકીકતમાં કેસરિયો રંગ દેશની એક રાજકીય પાર્ટી તરફ ઇશારો કરે છે. આ જ કારણે ટીમ ઇન્ડિયાની જર્સીનો આ રંગ આપવામાં ન આવ્યો. તેવામાં ટેસ્ટ મેતની જર્સી પહેલાંથી જ સફેદ હતી. તેથી તે રંગ પર પણ વાત જામી નહી.

તેવામાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાના રાષ્ટ્રીય ધ્વજનો રંગ લીલો હતો. આ જ કારણે ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ લીલો પણ નક્કી ન થઇ શક્યો. હવે અમે તમને જણાવીએ કે આખરે ટીમ ઇન્ડિયાની જર્સીનો કલર બ્લૂ કેવી રીતે નક્કી થયો.

ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં રહેલા 24 આંકાઓ વાળા અશોકચક્રનો રંગ બ્લૂ છે. આ જ કારણે ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ બ્લૂ રાખવાની સહમતિ થઇ અને આજ સુધી જર્સીનો આ જ રંગ છે.

Read Also

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!