GSTV
Gujarat Government Advertisement

કોરોના વાયરસથી કેટલાક લોકોની તબિયત વધારે ખરાબ કેમ થઇ જાય છે? વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું તેનું કારણ

Last Updated on June 10, 2021 by Vishvesh Dave

કોરોનાવાયરસ રોગચાળાથી સંક્રમિત કેટલાક લોકોમાં હળવા લક્ષણો દેખાય છે અને ઝડપથી સ્વસ્થ થઈ જાય છે, પરંતુ ઘણા લોકો તેનાથી વધુ પ્રભાવિત થાય છે. તો આવી સ્થિતિમાં, એક સવાલ ઉભો થાય છે કે કેટલાક લોકો કોરોના વાયરસથી કેમ વધુ પ્રભાવિત થાય છે? હવે વૈજ્ઞાનિકોને પણ આ સવાલનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ ડીએનએના સિકવન્સીંગને કારણે થાય છે. આમાંથી એ પણ જાણવા મળ્યું છે કે કોરોનાથી બીજી ઘણી બીમારીઓનું જોખમ પણ વધે છે. આ પદ્ધતિ વર્તમાન તકનીકી કરતા 1000 ગણી વધુ અસરકારક છે.

આ રીતે વૈજ્ઞાનિકોને ડીએનએના જુદા જુદા ભાગો વચ્ચેના સંબંધની જાણકારી મળે છે. આ ડીએનએ ફાઈબરને ઓળખે છે જે નજીકના મિલીમીટરથી 1 કિલોમીટરના અંતરે સ્થિત છે(ડીએનએ આઇડેન્ટિફિકેશન) . ઉદાહરણ તરીકે, જો ડીએનએનું કદ ઇંટ જેટલું હોય, તો પછી 1 કોષમાં લગભગ 6 બિલિયન ઇંટો હશે. વૈજ્ઞાનિકો હવે શોધી શકે છે કે કઈ ઇંટો એકબીજાની વધુ નજીક છે અને આ કોષોની અંદર તેઓ કેવી રીતે સંરચનાઓનું નિર્માણ કરે છે. આનાથી અનેક પ્રકારની માહિતી મળી જાય છે.

જિનેટિક વેરિયન્ટ તેનું મોટું કારણ છે

આ શોધનું નેતૃત્વ કરનારા એમઆરસી ક્લિનિશિયન વૈજ્ઞાનિક અને રેડક્લિફ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના સહયોગી પ્રોફેસરના જેમ્સ ડેવાઈસે કહ્યું, ‘આ તકનીક માનવ શરીર પરના પ્રભાવ વિશેની માહિતી પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, આપણે જે જાણીએ છીએ તે છે કે એક Genetic Variant છે, જે કોવિડ -19 દ્વારા ગંભીર રીતે પ્રભાવિત થવાનું જોખમ બમણું કરે છે. જો કે, હજુ એ જાણવા નથી મળ્યું કે Genetic Variant કેવીરીતે લોકોને કોવિડ -19થી વધારે પ્રભાવિત કરે છે. હવે તે અમને તે જાણવામાં મદદ કરશે કે તેઓ કેવીરીતે લોકોને કોવિડ -19થી વધારે પ્રભાવિત કરે છે અને તેમાં જીન્સની ભૂમિકા શું છે.

રિપોર્ટ ટૂંક સમયમાં આવી શકે છે

પ્રોફેસરે વધુમાં જણાવ્યું હતું કે હવે ટીમ ટેક્નોલોજી પર કામ કરી રહી છે કે જેમાંથી આનુવંશિક ઓળખ વિશેની માહિતી એકઠી કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે તેના પરિણામો પણ આગામી સપ્તાહમાં બહાર આવશે. આ તકનીકને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સ્પિનઆઉટ કંપની ન્યુક્લિયોમ થેરાપ્યુટિક્સ તરફથી લાઇસન્સ અપાયું છે. જેનું ભંડોળ ઓક્સફર્ડ સાયન્સ ઇનોવેશન દ્વારા આપવામાં આવે છે. કંપની આ 3 ડી જીનોમ એપ્રોચનો ઉપયોગ કરીને નવી દવાઓને ઓળખવા માટે કામ કરી રહી છે કે આનુવંશિક કોડમાં વિવિધતા કેવી રીતે મલ્ટીપલ સિરોસિસ અને સંધિવા જેવા સામાન્ય રોગોનું કારણ બને છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!