GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સાબુ અલગ-અલગ કલરના પણ ફીણ સફેદ જ કેમ ?

આપણે દરરોજ સવારથી લઈને રાત સુધી અનેક વાર સાબુનો ઉપયોગ કરીએ છીએ જેમાં અનેક કલરના સાબુનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેના ફીણ સફેદ જ  હોય છે. પરંતુ આજ દિવસ આપણને એવો વિચાર આવ્યો કે સાબુનો કલર ગમે તે હોય પરંતુ સાબુના ફીણ સફેદ કેમ હોય છે ?

આ સવાલનો જવાબ તો શાળાની પુસ્તકમાં જ સમાયેલો છે. શાળામઝ ભણવામાં આવતા વિજ્ઞાનના સિદ્ધાંતોને યાદ કરી તો અ સવાલનો જવાબ એમાં જ છુપાયેલો છે.

કોઇ પણ ચીજમાં પોતાનો રંગ નથી હોતો. પરંતુ, જે-તે ચીજ પર પ્રકાશનાં કિરણો પડે ત્યારે એમાંથી કેટલાક રંગો શોષાઇ જાય છે. કેટલાક રંગો પરાવર્તિત થાય છે. પરાવર્તિત થાય છે એ રંગ આપણને દેખાય છે. અને આપણે જે-તે ચીજનો રંગ નક્કી કરીએ છીએ. આ નિયમ મુજબ જો કોઇ વસ્તુ તમામ રંગોના કિરણો એબ્સોર્બ કરી લે તોએ કાળી દેખાય છે. જ્યારે જે વસ્તુ તમામ રંગોના કિરણોને પરાવર્તિત કરી દે તો એ સફેદ રંગની દેખાય છે.

સાબુના ફીણમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. ફીણ કોઇ ઠોસ ઘન પદાર્થ નથી. ફીણ પાણી, હવા અને સાબુના કણોથી મળીને તૈયાર થયેલી પાતળી ફિલ્મ જેવું હોય છે. અત્યંત પાતળા પરપોતાઓ ભેગા મળીને ફીણ પેદા કરે છે. સાબુના પ્રત્યેક પરપોટા પર સુર્યના કિરણો પર પડી અલગ-અલગ દિશામાંએ પરાવર્તિત થવા લાગે છે.

મતલબ કે કિરણો કોઇ એક જ દિશામાં જવાને બદલે અલગ-અલગ દિશાઓમાં વિખેરાઇ જાય છે. આ જ કારણોસર ફીણના પરપોટા સફેદ દેખાય છે.

હકીકતમાં સાબુનું ફીણ સતરંગી પારદર્શક પરપોટાઓથી બને છે, પરંતુએ એટલા સૂક્ષ્મ હોય છે કે સામાન્ય રીતે નરી આંખે રંગો જોઇ શકાતા નથી.

Related posts

એક રહસ્ય બની ગયો છે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો, અત્યાર સુધી કોઈપણ ખોલી શક્યુ નથી

Ankita Trada

અડવાણીના ખાસ અને મોદીના કટ્ટર હરિફ એવા આ મુખ્યમંત્રી મોદીના મોંફાટ કરી રહ્યાં છે વખાણ, પીએમ થઈ જશે ખુશ

Karan

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના સીન દ્વારા આ રીતે પોલીસે સમજાવ્યુ… માસ્ક પહેરવું કેટલું જરૂરી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!