GSTV

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Last Updated on October 26, 2021 by Zainul Ansari

વૈજ્ઞાનિકોને હાલ આશ્ચર્ય થાય છે કે, આવું કેવી રીતે શક્ય બની શકે? પૃથ્વીની ધરી પરનું પરિભ્રમણ કેવી રીતે ધીમું પડી શકે છે? પૃથ્વીની આ ધીમી પડેલી ગતિએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. આ ધીમી ગતિ અનિચ્છનીય ઘટના થવાની આશંકા ધરાવે છે. આ પહેલા વર્ષ 2020માં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે, પૃથ્વીની ધરી પર આગળ વધવાની ઝડપ સામાન્ય કરતા વધુ ઝડપી બની હતી. પૃથ્વીના ઝડપી પરિભ્રમણની ગતિ આ વર્ષના પ્રથમ 6 મહિના સુધી ચાલુ રહી હતી. જોકે, હવે તે ફરી બદલાઈ ગયું છે, હાલ પૃથ્વી ધરી પર ધીમે-ધીમે આગળ વધી રહી છે.

પૃથ્વીની ગતિમાં ફેરફાર :

મળતી માહિતી મુજબ પૃથ્વી તેની ધરી પર તેના એક ચક્રને પૂર્ણ કરવામાં સરેરાશ 24 કલાક અથવા 86,400 સેકન્ડ લે છે. વૈજ્ઞાનિકો પરમાણુ ઘડિયાળની મદદથી સમયસર ચાંપતી નજર રાખે છે.પરમાણુ ઘડિયાળ પૃથ્વીની ગતિમાં થતા ફેરફારોને પણ શોધી કાઢે છે. ત્યારબાદ વૈજ્ઞાનિકો તફાવતને સરભર કરવા માટે લિપ સેકન્ડ ઉમેરે છે અથવા ઘટાડે છે. અગાઉ ક્યારેય નેગેટિવ લીપ સેકન્ડ ઉમેરવામાં આવી નથી પરંતુ 1970 થી 27 વખત એક સેકન્ડ વધારવામા જરૂર આવી છે જ્યારે પૃથ્વીને ચક્કર પૂર્ણ કરવામાં 24 કલાકથી વધુનો સમય લાગ્યો છે.

પરમાણુ ઘડિયાળો ૧૯૬૦ થી દિવસની લંબાઈનો સંપૂર્ણ રેકોર્ડ રહ્યો છે. આ રીતે દર ૧૮ મહિને એક લીપ સેકન્ડ ઉમેરવામાં આવી હતી. તેમના મતે 50 વર્ષમાં પૃથ્વીને તેની ધરી પર 86,400 સેકન્ડથી પણ ઓછા સમય માટે મુસાફરી કરવામાં 24 કલાકથી પણ ઓછો સમય લાગ્યો છે. જોકે, વર્ષ 2020ની મધ્યમાં તે ગણતરીમાં ફેરફાર આવ્યા અને એક દિવસ પૂર્ણ થવામાં 86,400 સેકન્ડથી પણ ઓછો સમય લાગ્યો હતો. જુલાઈ 2020મા દિવસ અત્યાર સુધીના સૌથી ટૂંકો દિવસ આવ્યો હતો, જે 24 કલાકથી 1.4602 મિલિસેકન્ડ ટૂંકો હતો.

earthquake

ઘણી વસ્તુઓ થશે પ્રભાવિત :

સેટેલાઇટ અને સંપર્ક માટેના ઉપકરણો સોલાર ટાઈમ પ્રમાણે કામ કરે છે. તે તારાઓ, ચંદ્ર અને સૂર્યની સ્થિતિ પર આધારિત છે. આ જ કારણ છે કે, આ બદલાવનો અસર અનેક વસ્તુઓ પર પડશે.

મોટો ભૂકંપ આવવાનો ભય :

નાસાના વૈજ્ઞાનિકો મુજબ પૃથ્વીના પરિભ્રમણની ઝડપ ઘટવાને કારણે મોટા ભૂકંપ આવવાનો ખતરો બની શકે છે. જેટ પ્રોપલ્શન લેબોરેટરીના સોલર સિસ્ટમ એમ્બેસેડર મેથ્યુ ફંકેના જણાવ્યા પ્રમાણે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર ભરતીનો ખતરો લાવે છે. આ ભરતીનો ખતરો પણ પૃથ્વીના પરિભ્રમણ જેટલી જ ઝડપે ફરવાનો પ્રયાસ કરે છે. તેના કારણે પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી જાય છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી થવાથી અથવા તેની ધરી પર પરિભ્રમણની ઝડપને કારણે ધરતીકંપની ઘટનાઓ વધી જાય છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!