GSTV

જાણવા જેવું: મોબાઈલના સીમ કાર્ડનો એક ખૂણો શા માટે કપાયેલો હોય છે, આજ સુધી આપને ન મળેલો જવાબ અહીં મળશે

Last Updated on July 27, 2021 by Pravin Makwana

આપના મોબાઈલમાં લાગેલા સીમ કાર્ડની ડિઝાઈન તો આપે જોઈ જ હશે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે, સીમ કાર્ડનો એક ખૂણો કપાયેલો હોય છે. ચાર ખૂણાવાળા આ સીમમાં એક ખૂણો કપાયેલો હોય છે.જ્યારે બાકી ત્રણ બરાબર હોય છે. આવું શા માટે હોય છે. કે એક ખૂણો તેનો કપાયેલો હોય છે. આવુ ટેકનિકલી કારણ છે, કે પછી ડિઝાઈન માટે કાપવામાં આવે છે, આવો સવાલ આપને ચોક્કસથી થતો હશે.

આ સવાલનો જવાબ જાણતા પહેલા આપે સૌ પ્રથમ મોબાઈલનુ સિમ કાર્ડ શું હોય છે. સીમ-SIMનુ ફુલ ફોર્મ થાય છે સબ્સક્રાઈબર આઈડેંટિફિકેશન મોડ્યૂલ. સિમ કાર્ડ હકીકતમાં એક ઈંટીગ્રેટેડ સર્કિટ હોય છે. જે કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમને ચલાવે છે. આ જ કાર્ડમાં ઈંટરેશન મોબાઈલ સબ્સક્રાઈબર આઈડેંટિટી IMSI ને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે. સિમ કાર્ડની સાથે દરેક સબ્સક્રાઈબર અથવા મોબાઈલ નંબર મેળવતા યુઝર્સ માટે એક યુનિક નંબર મળે છે. આઈએમએસઆઈ નંબર અને યુનિક નંબરથી મોબાઈલ ડિવાઈસ પર યુઝર્સની ઓળખાણ થાય છે. આ સિમ કાર્ડને મોબાઈલ ફોનમાં લગાવો અથવા વાઈફાઈ દ્વારા કોમ્પ્યુટર સાથે જોડો. તેનાથી યુઝર્સની ઓળખાણ થાય છે.

મોબાઈલ સીમ કાર્ડનો આકાર

મોબાઈલ સીમ કાર્ડની ડિઝાઈન કંઈક એવી હોય છે કે, લંબાઈ 15 એમએમ, પહોળાઈ 25 એમએમ અને જાડાઈ 0.76 એમએમ હોય છે. આ તમામ સીમ કાર્ડ માટે એક જ સ્ટાંડર્ડ છે. હવે આવો જાણીએ મોબાઈલના સીમમાં એક ખૂણો શા માટે કપાયેલો હોય છે. મોબાઈલ સીમની લંબાઈ. જાડાઈ અને પહોળાઈ જેવી રીતે ફિક્સ હોય છે, તેવી જ રીતે કપાયેલા આ ખૂણો પણ ફિક્સ હોય છે. આ ડિઝાઈન લગભગ દરેક સીમમાં એક સરખી હોય છે.

સીમ કાર્ડનો ખૂણો શા માટે કપાયેલો હોય છે.

તેને સમજવા માટે આપને સિમ કાર્ડના ટ્રેની ડિઝાઈન જોવી જોઈએ. કોઈ પણ મોબાઈલમાં ટ્રે અલગ હોય છે, જે બહાર કાઢી શકાય છે. કોઈપણ મોબાઈલ ફોનમાં તે ફિક્સ હોય છે. પણ બંનેની ડિઝાઈન એક જેવી જ હોય છે. અને તેમાંથી પણ એક ખૂણો કપાયેલો હોય છે. સિમ કાર્ડ અને ટ્રેની ડિઝાઈન એક રાખવામાં આવે છે, જેથી સીમ સેટ કરવામાં વાંધો ન આવે. સીમ કાર્ડનો એક ખૂણો એટલા માટે કપાયેલો હોય છે, જેથી ટ્રેમાં કાર્ડને મિસએલાઈનમેંટ ન થાય. તેનો સીધો સંબંધ સીમ કાર્ડના કોન્ટેક અને મોબાઈલ ફોન કાર્ડ હોલ્ડર પિન સાથે હોય છે.

સીમ કાર્ડનો પિન નંબર 1 મોબાઈલ ફોનના પિન નંબર સાથે મેળ ખાતો હોવો જોઈએ. આ જ સેટીંગને ઠીક કરવા માટે અને ટ્રેમાં સિમ કાર્ડને યોગ્ય પ્લેસમેંટ માટે કટ માર્ક લગાવામાં આવે છે. જો સિમ કાર્ડમાં કટ માર્ક ન રહે તો તેને મોબાઈલમાં લગાવવામાં વાંધો આવે છે. તેનાથી સીમ કાર્ડ ખોટી સાઈડમાં અથવા તો સીમ કાર્ડ ડિસેબલ બતાવશે.

એટલા માટે એક ખૂણો કપાયેલો હોય છે

સીમ કાર્ડને એક ખૂણામાં એટલા માટે કાપવામાં આવે છે, જેથી સરળતાથી તેની ઓળખાણ થઈ શકે. મોબાઈલ સીમને ક્યાં અને કઈ સાઈડમાં લગાવાનું છે. ખૂણો કપાયેલો હોવાના કારણે સૌથી મોટો ફાયદો એ થાય છે કે, આપ સિમ કાર્ડને ખોટી રીતે લગાવી શકશો નહીં. કંપનીઓ ઈચ્છે તો તેને સરખી સાઈઝનું પણ બનાવી શકે છે. પણ એક ખૂણો કાપવા પાછળ આ કારણ છે કે, સીમ કાર્ડની યોગ્ય પોઝિશન મોબાઈલ ફોનમાં રાખી શકાય.

એટલુ જ નહીં મોબાઈલ પર એક માઈક્રોચિપ લાગેલી હોય છે.જેની ડિઝાઈન પણ સિમ કાર્ડ માફક ખાસ હોય છે. ચિપને ધ્યાનથી જોઈએ તો, તેમા કેટલાય પ્રકારના કટ માર્ક બનેલા હોય છે. તે દરેક કટ માર્કનું પોતાનું કામ અને નામ હોય છે. જેમ કે કોઈનું નામ, જીએનડી, વીપીપી, આઈઓ, ઓપ્શન પૈડ, ક્લોક, રિસેટ અને વીસીસી. આ જેટલા કટ હશે, એટલા વધારે અલગ અલગ પ્રકારના કામ હોય છે.

READ ALSO

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!