બોલીવૂડના બીજા શોમેન કહેવાતા સુભાષ ઘાઈ આજે પોતાનો 77મો જન્મદિવસ મનાવી રહ્યા છે. સુભાષ ઘાઈ એ નામ છે, જેમણે નિર્દેશન, નિર્માણ, અભિનય, સ્ક્રીનરાઈટિંગ ક્ષેત્રે પોતાનો જાદુ પાથર્યો છે.

વાસ્તવમાં એક્ટર બનવા મુંબઈ આવેલા સુભાષ ઘાઈને અભિનયમાં સફળતા ન મળતાં તેમણે નિર્દેશનમાં ઝંપલાવ્યું હતું. તેમની 1979માં આવેલી ફિલ્મ ‘કાલીચરણ’ એક નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી, જે સુપરહિટ સાબિત થઈ. સુભાષ ઘાઈએ પોતાના કરિયરમાં લગભગ 16 ફિલ્મો લખી અને નિર્દેશિત કરી, જેમાંથી 13 ફિલ્મ સુપરહિટ રહી હતી.

સુભાષ ઘાઈએ બોલિવુડને એવા કલાકારો આપ્યા, જેના લોકો આજે પણ દીવાના છે. જેકી શ્રોફ, માધુરી દીક્ષિત, મીનાક્ષી શૈષાદ્રી, મનીષા કોઈરાલા, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે જેવા કલાકારો ઉપરાંત સરોજ ખાન જેવા કોરિયોગ્રાફર બોલિવુડને આપીને સુભાષ ઘાઈએ ‘બીજા શોમેન’ની ઉપાધિ મેળવી. 2006માં તેમને ‘ઇકબાલ’ ફિલ્મ માટે રાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યું છે.
Also Read
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો
- મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ, સન્માન છે કે વોટ બેન્ક કવર કરવાનો ટાર્ગેટ
- 1 એપ્રિલ 2023થી થઈ રહ્યો છે મોટો બદલાવ, 15 વર્ષ જૂની ગાડીઓ માટે નવો કાયદો બનશે અમલી
- પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું