GSTV

જ્યારે શિલ્પા શેટ્ટીને અક્ષય કુમારની આ વાતની જાણ થતા જ થઈ હતી અલગ, બન્યુ હતુ બ્રેકઅપનું કારણ

Last Updated on June 8, 2020 by Mansi Patel

મેં ખિલી તુ અનાડી, ધડકન અને ઇન્સાફ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટીની જોડી મિત્રતામાં ફેરવાઈ ગઈ હતી અને બંને એકબીજાને ખૂબ પસંદ પણ કરતા હતા. બંને વચ્ચેનો રોમાન્સ પણ ચરમસીમાએ હતો ત્યારે બંને હાથમાં હાથ રાખીને સાથે જ ફરતા રહેતા હતા. શિલ્પાની નજીક આવતાં અગાઉ અક્ષયકુમારનું નામ પૂજા બત્રા, રવીના ટંડન અને અન્ય કેટલીક હિરોઇન સાથે પણ ચગ્યું હતું.

બંને એકબીજા સાથે કમ્ફર્ટ અનુભવતા

અક્ષય અને શિલ્પાની જોડી ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન સારી જામી ગઈ હતી. બંને એકબીજાથી કમ્ફર્ટ પણ અનુભવતા હતા. એમ પણ લાગતું હતું કે અક્ષયે કદાચ અન્ય છોકરીઓ સાથે ટાઇમ પાસ કર્યો હશે પરંતુ શિલ્પાને તે ગંભીરતાથી લઈ રહ્યો હતો. બીજી તરફ શિલ્પા તો અક્ષય સાથે એટલી હદે ઇન્વોલ્વ થઈ ગઈ હતી કે તેણે પોતાની કરિયર અંગે જ વિચારવાનું બંધ કરી દીધું હતું. એવામાં અચાનક જ સમાચાર આવ્યા કે બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે.  આખરે અચાનક એવું તો શું બન્યું કે બંનેના માર્ગ બદલાઈ ગયા.

શિલ્પાને આ વાતની જાણ થઈ તો તે અલગ થઈ

એમ કહેવાય છે કે શિલ્પા સાથે પોતાની દોસ્તી વધી રહી હતી એ જ સમયે અક્ષયે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડીયાની દિકરી ટ્વિન્કલ ખન્ના સાથે રોમાન્સ શરૂ કરી  દીધો હતો. શિલ્પાને આ વાતની જાણ થઈ તો તે અક્ષયકુમારથી અલગ થઈ ગઈ. આખરે અક્ષયે ટ્વિન્કલ સાથે લગ્ન કરી લીધા હતા. અત્યારે અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના અને બીજી તરફ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બોલિવૂડના શ્રેષ્ઠ કપલમાં સ્થાન ધરાવે છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!